ગાંધીનગર : ડભોડા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

ગાંધીનગર જિલ્લાના કરાઈ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી ગાડીનો ડભોડા પોલીસે પીછો કરતા મારૂતીનો ચાલક ગાડી લઈને ભાગી જતા કપચીમા ગાડી ફસાઈ જતા કાર મુકીને ભાગી ગયો હતો.

ગાંધીનગર જિલ્લાના ડભોડા વિસ્તારમા આવેલી કરાઈ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી કાર આવવાની છે. ડભોડા પોલીસને બાતમી મળતા પોલીસને ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબ આ ગાડી ત્યાથી પસાર થતા પોલીસે તેને હાથ મારતા ચાલકે ગાડી ભગાડી મુકી ત્યારે ડભોડા પોલીસે આ ગાડીનો પીછો કરતા આગળ પડેલી કપચીમા ચાલકે આ ગાડી કાઢવા જતા આ ગાડીના ટાયર કપચીમા ફસાઈ જતા કાર ચાલક પોતાનો જીવ લઈને ગાડી છોડીને ભાગી જવા પામ્યો હતો.

પોલીસે આ ગાડીની તપાસ કરતા જુદી જુદી પ્રકારની વિદેશી દારૂની ૫૯૦ નંગ બોટલો મળી આવી હતી. તેની કીમત મારૂતી કાર અને વિદેશી દારૂ સાથે રૂ. ૨.૫૦ લાખ થવા પામી છે. પોલીસે આ બાબતે અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિનિધિ: અગરસિંહ ચૌહાણ, દહેગામ

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી