ગાંધીનગર: દહેગામ તાલુકામા આજે પાંચ એમએમ વરસાદ પડ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ગઈ રાત્રીએ દહેગામ તાલુકાના હરસોલી, બારડોલી, બહીયલ ગામે વધુ વરસાદ પડ્યો છે જ્યારે દહેગામ શહેરમા આજનો વરસાદ આંકડા મુજબ આઠથી દસના સમયમા ત્રણ એમએમ પડ્યો છે.

દસથી બાર વાગ્યાના સમયમા બે એમએમ વરસાદ નોધાયો છે. આમ કુલ ચાર વાગ્યા સુધીનો દહેગામમા પાંચ એમએમ વરસાદ પડ્યાની માહિતી આધારભુત વર્તુળ પાસેથી મળવા પામી છે. અને આજે દહેગામ શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ઉપર પાણી પણ ભરાઈ જવા પામ્યા છે.

આમ છેલ્લા બે દીવસમા ધીમી ગતીએ વરસાદની શુભ શરૂઆત થવા પામી છે. તેથી તાલુકાના ખેડુતોમા વરસાદ ચાલુ થવાથી ખુશીનો માહોલ છવાયો છે. પરંતુ તાલુકાના ખેડુતો વધારે વરસાદની રાહ જોઈ રહ્યા છે હજી દહેગામ તાલુકાની નદીઓ કોરી દેખાય છે. પરંતુ ઝરમર ઝરમર વરસાદથી ખેડુતોના વાવેલા પાકોમા તેજી દેખાવા પામી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી