September 22, 2020
September 22, 2020

આઝાન પર પ્રતિબંધ મૂકવા ગાંધીનગરના તબીબે ખખડાવ્યા હાઇકોર્ટના દ્વાર

ગાંધીનગરના તબીબે ગુજરાત હાઇકોર્ટમાં મસ્જિદમાં લાઉડ સ્પીકર પર આઝાન પોકારવા પર પ્રતિબંધ મૂકવા જાહેરહિતની અરજી (PIL) કરી છે. દિવસમાં 5 વખત મસ્જિદમાં લાઉડ સ્પીકર પર આઝાન પોકારવામાં આવે છે જેના કારણે આસપાસ રહેતા અન્ય જાતિના લોકોને મુશ્કેલી પડી રહી છે. લાઉડ સ્પીકર બંધ કરાવવા દાદ માગી છે.

ધર્મેન્દ્ર પ્રજાપતિ નામના ગાંધીનગરના તબીબે હાઇકોર્ટમાં મસ્જિદમાં વાગતા લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવા અરજી કરી છે. તેમના વતી એડવોકેટ ધર્મેશ ગુર્જરે એવી રજૂઆત કરી છે કે, મસ્જિદમાં લાઉડ સ્પીકર પર દિવસમાં 5 વાર આઝાન પોકારવામાં આવે છે . જેના કારણે આસપાસ રહેતા લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. કલેકટર ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ પગલા લીધા નથી.એટલું જ નહીં પોલીસમાં પણ ફરિયાદ કરી છે તેના પર પણ કોઇ પગલાં લેવાતાં નથી.

એડવોકેટ ધર્મેશ ગુર્જરના જણાવ્યા પ્રમાણે રજૂઆત કરાઇ છે કે આસપાસ રહેતા વૃદ્ધો અને બાળકોની મુશ્કેલી વધી ગઇ છે. બપોરે સૂવા સમયે વૃદ્ધો અને બાળકો મોટા અવાજથી જાગી જાય છે. માનસિક સમસ્યા અને તાણ વધતા જાય છે. આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા દાદ માગવામાં આવી છે.

 159 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર