September 19, 2020
September 19, 2020

ગાંધીનગર : રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમી-પંખીડાએ કર્યો આપઘાત

સુઘડ કેનાલમાં રૂમાલથી હાથ બાંધીને યુવક-યુવતીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

ગાંઘીનગર જિલ્લાના સુઘડ ગામેથી પસાર થતી કેનાલમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેનાલમાંથી મળેલા બંનેના મૃતદેહ નદીના પાણામાં લાંબો સમય પડી રહ્યાં હોવાથી સફેદ પડી ગયો હતો. બંનેએ મોડી રાત્રે આપઘાત કર્યો હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. પ્રાથમિક તપાસમાં બન્ને પ્રેમી પંખીડા હોવાનું જાણવા મળ્યુ્ં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે સુઘડ કેનાલમાં લાશ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. ફાયર બ્રિગેડે લાશ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી ત્યારે યુવક સાથે યુવતીની લાશ પણ હતી અને બન્નેએ પોતાના હાથ રૂમાલથી બાંધ્યા હતા. કેનાલમાં ઝંપલાવીને મોતને ભેટનાર આ યુવક-યુવતી કોબા નજીકના હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગાંધીનગર પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 314 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર