September 23, 2021
September 23, 2021

ગાંધીનગર મનપાની ચૂંટણીની આજે તારીખ જાહેર થવાની શક્યતા

અગાઉ કોરોનાને લઇ ચૂંટણી રખાઇ હતી મોકૂફ

રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ અને ચોમાસાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશને લીધો હતો, પરંતુ આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે, ત્યારે આજે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ગાંધીનગર મનપાની સાથે બે નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ શકે છે.

અત્રે નોંધનીય છે કે, અગાઉ ગાંધીનગર ચૂંટણીને લઈ CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી હતી અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે અને ત્યારબાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી.

 15 ,  1