ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર, 18 એપ્રિલે યોજાશે મતદાન

 ચૂંટણીનું પરિણામ 20 એપ્રિલના દિવસે આવશે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલના દિવસે યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 20 એપ્રિલના દિવસે આવશે. 1 એપ્રિલે ઉમેદવારો ફોર્મ  ભરી શકશે,  ફોર્મની ચકાસણી  3 એપ્રિલના રોજ યોજાશે. મતદાન 18 એપ્રિલ રવિવારે યાજાશે. પુનઃ મતદાન 19 એપ્રિલ 2021ના રોજ યાજાશે. મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે. 

ગાંધીનગર મહાનગરપાલકાની ચૂંટણીને લઈને આચાર સંહિતાનો આજથી અમલ થશે.  સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે.  284 મતદાન મથકો પર ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે.  27 સંવેદનશીલ  અને 34 મતદાન મથકો અતી સંવેદનશીલ મતદાન મથકો રહેશે.  કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પગલાઓ લેવામાં આવશે

 54 ,  1