ગાંધીનગર મનપાની ભરતી પરીક્ષા સ્થગિત..

નિયમોમાં ફેરફાર થવાના હોવાથી સ્થગિત

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરાયા બાદ માહિતી ખાતાની પણ પરીક્ષા પર સ્ટે મુકવામાં આવ્યો છે ત્યારે હવે આજે ગાંધીનગર મનપાની ભરતી પરીક્ષા સ્થગિત કરાઇ હોવાના અહેવાલ છે.

GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને માહિતા આપતા કહ્યું હતું કે, ભરતી નિયમોમાં ફેરફાર થવાના હોવાથી આગામી સમયમાં યોજનારી ગાંધીનગર મનપાની ભરતી પરીક્ષાઓ હાલના તબક્કે સ્થગિત કરવામાં આવેલ છે.

JTP તથા પ્લાનીગ આસીસ્ટન્ટના ભરતી નિયમોમાં ફેરફાર થવાની શક્યતા હોઈ, પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે. તે જ રીતે અન્ય જાહેરાતોમાં જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાની GMC તરફથી આયોગને જાણ કરવામાં આવી હોય PTના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી