ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ: કોંગ્રેસે ખાતું ખોલ્યું

વોર્ડ ત્રણમાં કોંગ્રેસનાં અંકિત બારોટની જીત

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે. ગાંધીનગર મનપાની ચૂંટણીના ચૂંટણી પરિણામનો આજે દિવસ છે ત્યારે 11 વોર્ડની 44 બેઠકોના 162 ઉમેદવારોના ભાવિના ફેસલાની ઘડીઑ ગણાઈ રહી છે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. મહત્વનું છે કે સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં પુરૂષ મતદારોએ 59.27 ટકા મતદાન કર્યું જ્યારે મહિલા મતદારાએ 53.02 ટકા મતદાન કર્યું હતું. ત્યારે ત્રિપાખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ના 44-44 ઉમેદવારો અને BSPના 6 અને NCPના 1 તેમજ 10 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. આજે મતપેટી ખૂલતાંની સાથે જ જનતા કોને ગાંધીનગર મનપાની ગાદી પર બેસાડવા માંગે છે તે જાહેર થશે. સચોટ અને સૌથી ઝડપી પરિણામની અપડેટ જોવા માટે જોતાં રહો વીટીવી ગુજરાતી. બનાસકાંઠાની થરા, દ્વારકાની ઓખા અને જામનગરની ભાણવડ નગરપાલિકા તેમજ તાપી જિલ્લા પંચાયત કરંજવેલ બેઠક, અમદાવાદ ઈસનપૂર અને ચાંદખેડા વોર્ડ પર પેટાચૂંટણી થઈ હતી. જેનું પણ પરિણામ આજે આવશે.

ચૂંટણી પરિણામ લાઇવ

  • વોર્ડ-9માં ભાજપની પેનલનો વિજય
  • ભાજપ-20, કોંગ્રેસ-2 અને આમ આદમી પાર્ટી 0 બેઠક પર આગળ
  • વોર્ડ-5માં ભાજપની પેનલનો વિજય

આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડમાં બે લાખ 81 હજાર મતદારો છે, જેમાંથી એક લાખ 58 હજાર 532 મતદારો એટલે કે 56.11 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

મહિલાઓ કરતાં પુરુષોએ વધુ મતદાન કર્યું. પુરુષોની મતદાન ટકાવારી 59.27 ટકા રહી, જ્યારે 53.23 ટકા મહિલાઓએ મતદાન કર્યું. વોર્ડ નંબર-7 માં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર-1 માં 66 ટકા, વોર્ડ નંબર બેમાં 64 ટકા અને વોર્ડ નંબર-4 અને 11 માં 61-61 ટકા મતદાન નોંધાયું હતું

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી