ગાંધીનગર મનપાની ચૂંટણી મૌકુફ, રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કોરોનાને કારણે મૌકુફ રાખવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા માટે કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાને પણ રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરી હતી.

ગાંઘીનગર સહીત ગુજરાતમાં કોરોનાનો વધી રહેલા કહેરને ધ્યાને લઈને, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મૌકુફ રાખવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ અમિત ચાવડાએ કરેલી રજુઆત બાદ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ચૂંટણી મોકુફ રાખવા રજૂઆત કરી હતી. ત્યારે ચૂંટણી પંચે વધી રહેલા મહામારીને લઇ ચૂંટણી સ્થગિત કરી છે.

 24 ,  1