Live : ગાંધીનગર મનપા ચૂંટણી, આજે પ્રતિષ્ઠા અને અસ્તિત્વનો જંગ!

વહેલી સવારથી મતદારોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હજી એક વર્ષ કરતા વધુ સમય બાકી છે પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાનું એક ગ્રાન્ડ રિહર્સલ એટલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ સાબિત થશે. ભાજપ પોતાનું કમળ ખિલતુ રાખવા તો કોંગ્રેસ ગાંધીનગરમાં પોતાનો હાથ મજબૂત કરવા અને AAP ગાંધીનગરમાં ઝાડું ફેરવવા માટે તનતોડ મહેનત કરી છે. હવે ક્યો પક્ષ મતદારોને વધુ રિઝવવામાં સફળ થયો છે તેના આધારે જનતા 3 ઓક્ટોબરે મતદાન કરશે. 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હાલ મતદાનના પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ક્યા પક્ષના કેટલા ઉમેદવાર મેદાને?

ભાજપ – 44
કોંગ્રેસ – 44
AAP – 44
અપક્ષ – 10
NCP – 01
BSP – 15

ક્યા વોર્ડમાં કેટલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે?

મનપા વોર્ડ. કુલ ઉમેદવાર

વોર્ડ નં-1 16
વોર્ડ નં-2 12
વોર્ડ નં-3 14
વોર્ડ નં-4 14
વોર્ડ નં-5 11
વોર્ડ નં-6 17
વોર્ડ નં-7 13
વોર્ડ નં-8 19
વોર્ડ નં-9 14
વોર્ડ નં-10 15
વોર્ડ નં-11 14

ક્યા વોર્ડમાં ક્યાં ક્યાં વિસ્તારો?

વોર્ડ-1: સેક્ટર-25, 26, રાંધેજા
વોર્ડ-2: પેથાપુર,જીઈબી કોલોની, આદિવાડા,ચરેડી
વોર્ડ-3: સેક્ટર-24,27, 28,
વોર્ડ-4: પાલજ, ધોળકુવા, ઈન્દ્રોડા, સેક્ટર-20નો કેટલોક ભાગ, બોરીજ
વોર્ડ-5: સેક્ટર-23, 22, 30, 21, 19, 18, 9,10
વોર્ડ-6: સેક્ટર-14, 15, 16, 17, 11, 12, 13, વાવોલ (કુબેરનગર અને આસપાસનો વિસ્તાર), ગોકુલપુરા
વોર્ડ-7: વાવોલ ગામ અને ટીપી-26 વિસ્તાર, કોલવડા
વોર્ડ-8: વાણસા હડમતીયા, સરગાસણ ટીપી-9, સેક્ટર-5, સેક્ટર-4, સરગાસણ ગામ, પોર, અંબાપુર
વોર્ડ-9: કુડાસણ, સેક્ટર-3 ન્યૂ, સેક્ટર-3, સેક્ટર-2, ટીપી-4 અને ટીપી-6નો ધોળાકુવામાં આવેલા વિસ્તાર
વોર્ડ-10: સેક્ટર-6, 7,8, 1, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ ગામનો કેટલોક ભાગ અને ટીપી-5નો ધોળાકુવા તથા ઈન્દ્રોડાનો વિસ્તારો
વોર્ડ-11: ખોરજ, ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, સુઘડ, ઝુંડાલ

અમદાવાદમાં પેટા ચૂંટણી

ગાંધીનગર મનપા સાથે અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ નંબર-3 ચાંદખેડા અને વોર્ડ નંબર-45 ઈસનપુર બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય જિલ્લા પંચાયતની નાંદેજ બેઠક પર મતદાન થશે. જ્યારે સાણંદ તાલુકા પંચાયતમાં પીપણ, ઝાપ અને દસ્ક્રોઈ તાલુકા પંચાયતની કુહા બેઠક પર તેમને બાવળા-બારેજા અને ધંધુકા નગરપાલિકા માટે પેટા ચૂંટણી યોજાશે.

કાંકરેજના થરા નગરપાલિકા 6 વોર્ડ માટે મતદાન

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા માટે પણ આજે મતદાન થવા જઈ રહ્યું છે. થરા નગરપાલિકાના 5 વોર્ડમાં 48 ઉમેદવારો માટે મતદાન યોજાશે. અહીં કુલ 6 વોર્ડમાંથી 3માં ભાજપના 4 સભ્યો બિનહરિફ થયા છે. જ્યારે અન્ય વોર્ડ માટે 15 મતદાન મથકો પર મતદાન યોજાશે. થરા નગર પાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

ગોધરાના નદીસર તાલુકા પંચાયતની સીટ પર મતદાન

પંચમહાલ જિલ્લાના ગોધરાના નદીસર તાલુકા પંચાયતની સીટ માટે કુલ 4 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક માટે કુલ 7,173 મતદારો પોતાનો મત આપશે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને એક અપક્ષ સહિત કુલ 4 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.

દ્વારકાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી

દ્વારકા જિલ્લાની ભાણવડ નગર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી માટે આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે વૉર્ડ પ્રમાણે EVM મશીન ગોઠવી દેવામાં આવ્યા છે. આ સિવાય જૂનાગઢ કોર્પોરેશનની એક બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી