ગાંધીનગર: વર્લ્ડક્લાસ હોટલનું આજે નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતને આપશે અનેક ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવેલી વર્લ્ડ ક્લાસ હોટલનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તેમજ મોદી આજે ગાંધીનગર -વારણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર-વરેઠા વચ્ચે મેમે ટ્રેને પણ લીલીઝંડી બતાવશે અને સાયન્સ સિટીમાં એક્વિટિક્સ અને રોબોટ્કિસ ગેલેરી, નેચર પાર્કનું પણ ઉદ્ધાટન કરશે.

રેલવેની આ પરિવારજનોમાં નવી રીતે પુનઃવિકસિત ગાંધીનગર રેલવે સ્ટેશન, અને વિદ્યુતીકૃત કરાયેલ મહેસાણા વેરઠા લાઈન અને નવ વિદ્યુતીકૃત કરવામાં આવેલ સુરેંદ્રનગર પિપાવાવ કંડનો પણ સમાવેશ કરાયો છે. સાથે જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 71 કરોડના ખર્ચે અપગ્રેડ થયેલ ગાંધીનગરના નવા રેલવે સ્ટેશનનું પણ ઉદ્ધાટન કરશે. રેલ્વે સ્ટેશનમાં એરપોર્ટની સુવિધાઓ આપવામાં આવી છે.

આ રેલવે સ્ટેશનમાં ટિકિટ બુકિંગ કાઉંટર, રેંપ, લિફ્ટ, પાર્કિંગની સુવિધા સિવાય દિવ્યાંગો માટે અનુકુળ સ્ટેશન બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેશનમાં એક ફાઈવ સ્ટાર હોટલનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે.

મહેસાણા-વેરઠા ગેજ મીટરગેજ ટ્રેક બ્રોડગેજમાં ફેરવાયો છે. 293 કરોડના ખર્ચે 55 કિલોમીટરના મહેસાણા વેરઠાને બ્રોડગેજમાં ફેરવવામાં આવ્યો છે. જેમાં કુલ દસ સ્ટેશન વિસનગર, વડનગર, ખેરાલુ અને વેરઠા એમ ચાર નવા રેલવે સ્ટેશનની ઈમારત પણ બનાવવામાં આવી છે. આ સેક્શન પર એક પ્રમુખ સ્ટેશન વડનગર છે. જ્યાં વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિકસિત કરાયા છે.

આ શુભ અવસરે ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભારત સરકારનાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓ પણ પ્રત્યક્ષ જોડાશે.

 69 ,  1