ગાંધીનગર: સીહોલીમાં એક વ્યક્તિની હત્યા કરી તળાવમા ફેકી દેવામા આવ્યો

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસે આવેલા સીહોલી ગામમા રહેતા પ્રફુલકુમાર નટવરલાલ જોશીના પુત્ર નામે પાર્થ પાણીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પાણીના પ્લાન્ટમા નોકરી કરતો હતો.

ગઈ કાલે આ પાર્થને કોઈએ ફોન કરીને બોલાવેલો હતો. અને નોકરી દરમીયાન તે પાણીના પ્લાન્ટમા જતા દશેરાથી ધણપ જતા રોડ પાસે આવેલ એક તળાવમા લાશને કપડુ ઓઢાડેલી હાલતમા મળી આવી હતી.

તેના શરીરે હથીયાર વડે મારેલા ઘા અને ઈજાઓ દેખાતી હતી. અને મારા પુત્ર પાર્થને કોઈએ મારી નાખી તેની હત્યા કરી તળાવમા ફેકી દીધો છે. તેવી ફરીયાદ મરનારના પિતા પ્રફુલકુમારે ચિલોડા પોલીસ સ્ટેશનમા લખાવી છે.

આ બાબતે પ્રફુલકુમારની ફરીયાદના આધારે પોલીસે આ બાબતે સાચી હકીકત જાણમા માટે તજવીજ હાથ ધરી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી