ગાંધીનગર પ્રવીણ માણીયા હત્યાકાંડ : ખૂની બે આરોપીઓની ધરપકડ

મહેફિલ દરમિયાન કોંગ્રેસ અગ્રણીની ગોળી મારી કરી હતી હત્યા

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટનામાં કોંગ્રેસ નેતા- પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણીયાની હત્યા કરી દેવામાં આવેલી ઘટનામાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓને ઝડપી લીધા છે. કોંગ્રેસ અગ્રણી પ્રવિણ માણીયા હત્યાકાંડમાં છેલ્લા ઘણા દિવસોથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર જયદીપસિંહ ગોહિલને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા મહારાષ્ટ્રનાં લોનાવાલાનાં રિસોર્ટમાંથી 21 વર્ષીય પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં જ ઉઠાવી લેવાયો હતો. જ્યારે બીજા આરોપી તરુણસિંહ ઝાલાને અમદાવાદ ખાતેથી બાતમીના આધારે ઝડપી લીધા હતા. હાલ લોકલ ક્રાઇમ બ્રાંચે બન્નેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. 

સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં  17 સપ્ટેંબર શુક્રવારે  આઠ મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દરમિયાન ઝઘડો થતાં એક મિત્રે રિવોલ્વર વડે બીજા મિત્રને છાતીમાં ગોળી ધરબી દેતા મોત નીપજ્યું હતું. પ્લોટના માલિક પ્રવીણ કલ્યાણ માણિયા સહિત જયદીપસિંહ કનુભાઈ ગોહિલ, તરુણસિંહ અશોકસિંહ ઝાલા, જયરાજસિંહ દિગ્વિજયસિંહ રાણા, ભાવનગર જેસરનાં હરપાલસિંહ જશવંતસિંહ ગોહિલ, જનક અનકભાઈ વિછીયા, અમદાવાદનાં સંતોષ સોડાભાઈ ભરવાડ તેમજ મહેસાણા કડી તાલુકાના જોધપુર ગામના મોહિત અમૃતભાઈ રબારી સહિત મિત્રો દારૂની મહેફિલ માણવા બેઠા હતા. આ દરમિયાન કોઇ બાબતે રકઝક થતા મામલો ઉગ્ર બન્યો હતો. અંદરો-અંદર મિત્રો બાખડ્યા હતા. એવામાં પ્રવીણભાઈ અને જયદીપસિંહ તેમજ તરુણસિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. ત્યારે જયદીપસિંહે પોતાની પાસેની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.

જયદીપસિંહ મહારાષ્ટ્રમાંથી પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં ઝડપાયો

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 44 વર્ષીય જયદીપસિંહ ઉર્ફે જયેન્દ્રસિંહ છનુભા ગોહિલ હત્યાને અંજામ આપ્યા પછી તેની 21 વર્ષીય પ્રેમિકાને લઈ મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હતો. અહીં તે લોનાવાલાના રેલીસન્સ રીસોર્ટમાં પ્રેમિકા સાથે રંગ રેલીયા મનાવી રહ્યો હતો. કહેવાય છે કે, પોલીસ ટીમ રિસોર્ટમાં ત્રાટકી ત્યારે તે પ્રેમિકા સાથે કઢંગી હાલતમાં હતો. જેની પ્રેમિકા ગર્ભવતી હોવાનું પણ બહાર આવ્યું છે. જયદીપસિંહનાં પરિવારમાં પત્ની તેમજ ત્રણ સંતાનો છે.

બંન્ને આરોપીઓનો વૈભવી લાઈફ સ્ટાઈલ

પ્રવીણ માણીયાની હત્યા કરનાર જયદીપસિંહ સિવિલ એન્જિનિયર છે. જે કન્સ્ટ્રક્શન અને ટ્રાવેલ્સનો કરોડો રૂપિયાનો કારોબાર ચલાવે છે. જેનો ગુજરાત સહિત મહારાષ્ટ્ર સુધી તેનો કન્સ્ટ્રક્શનનો ધંધો વિકસેલો છે. જે વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા વાળો છે. અને મોંઘીદાટ ગાડીઓનો કાફલો પણ તેની પાસે છે. ગણેશ ટ્રાવેલ્સમાં તેની માલીકીની 200 લકઝરી બસો કાર્યરત છે. માથાભારે શખ્સ તરીકેની ઓળખ ધરાવતો જયદીપસિંહને રાજકારણીઓ સાથે પણ અંગત ઘરોબો છે. જેનાં માટે પણ પોલીસ પણ રાજકીય દબાણ આવ્યું હતું. એક અંદાજ મુજબ જયદીપસિંહ 100થી વધુ કરોડની સંપત્તિનો આસામી હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્રવીણ માણીયાની હત્યાનો બીજો આરોપી તરુણસિંહ ઝાલા જમીન લે વેચ નો ધંધો કરે છે. જેને એક હોટલ પણ છે. તેમજ તેની પાસે 40 વીઘા જેટલી જમીન છે. તે સિવાય વ્યાજનો પણ ધંધો કરે છે. હત્યાને અંજામ આપ્યા પછી તરુણસિંહ અમદાવાદ નાં વિસ્તારમાં છુપાઈને સ્થળ બદલતો રહેતો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી