ગાંધીનગરમાં 140 કરોડના ખર્ચે MLA માટે બનશે આધુનિક નિવાસ સ્થાન

આ તારીખે થશે નવા MLA ક્વાટર્સનું ભૂમિપૂજન

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને પગલે સત્તા પક્ષે ચૂંટણી જીતવા અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. બીજી બીજુ રાજ્યના ધારસભ્યો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે આધુનિક નિવાસ સ્થાન બનાવવામાં આવશે. જેનું આગામી વર્ષે 28 ફેબ્રુઆરી 2022ના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે. ધારાસભ્યો માટે સેક્ટર 17માં સેક્ટર 17માં 140 કરોડના ખર્ચે 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે.

મળતી માહિતી અનુસાર દરેક ધારાસભ માટે 4 બેડરૂમનો ફલેટ ફાળવવામાં આવશે. 216 ચોરસ બિલ્ડપ એરિયામાં એક કવાર્ટસ તૈયાર થશે. એક આવાસમાં 4 બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ અને ડ્રાઈવર રૂમની સુવિધા પણ હશે. આ સાથે જ બે ગાર્ડન, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકિંગ ટ્રેક અને પ્લેગ્રાઉન્ડની પણ સુવિધા મળશે.

પ્રાથમિક અંદાજ અનુસર આશરે 140 કરોડના ખર્ચે સેક્ટર-17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં ધારાસભ્ય નિવાસ તૈયાર કરાશે. નવા તૈયાર થઇ રહેલા સદસ્ય નિવાસમાં સુંદર એમિનિટિઝ પણ ઉભી કરવામાં આવશે. જેમા બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાશે. તે ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેઇટ હશે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી