September 28, 2020
September 28, 2020

દીવ : પેટ્રોલ પંપ પર બાઈકમાં લાગી આગ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

ગાંધીપડા પેટ્રોલ પંપે બાઈકમાં પેટ્રોલ પૂરતી વખતે લાગી આગ, LIVE દ્રશ્યો CCTVમાં કેદ

દીવના ગાંધીપડા પેટ્રોલ પંપ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ ભરાવતી સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળે છે.

આ દરમિયાન બાઈક સહિત યુવક આગની લપેટમાં આવી જાય છે. જો કે સદભાગ્યે યુવક બચી ગયો હતો. સાથે પાછળ બેઠેલા એક વૃદ્ધ પણ હેમહેખ રીતે બચી જાય છે. પેટ્રોલ પંપ બાઈકમાં લાગેલી અચાનક આગમાં ન આવ્યા અને મોટી દુર્ઘટના ટળી હતી.

આસંપૂર્ણ ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ હતી. બીજી બાજુ અચાનક લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ભયાનક હોવાથી આખુ બાઈક આગને લપેટમાં આવી જાય છે. જો કે, આ ઘટનામાં જાનહાનિ ન સર્જાતા પેટ્રોલ પંપના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગને કારણે આજુબાજુમાંથી લોકો પણ દોડી આવે છે. આગ ક્યાં કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.

 336 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર