‘ગંદી બાત’ ફેમ ગહના વશિષ્ઠને આવ્યો હાર્ટ એટેક, હાલત ગંભીર

બોલીવુડમાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. ફેમશ વેબ સિરીઝ ‘ગંદી બાત’ની અભિનેત્રી ગહના વશિષ્ઠને હાર્ટ એટેક આવ્યાના અહેવાલ મળ્યા છે. ગહના વશિષ્ઠને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં ગહના કઈ હોસ્પિટલમાં દાખલ છે તેના કોઈ અહેવાલ નથી.

ખાનગી સમાચાર અહેવાલ અનુસાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું છે કે ગહના વશિષ્ઠને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પંપ પર રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગહના વશિષ્ઠ ડાયાબીટીસથી પીડિત છે. જો તેમને સમયસર ઇન્સ્યુલિન ન મળે તો તેમની તબિયત વધુ ખરાબ થઇ શકે એમ છે. તેમના ઘરે એક નાનો ભાઈ અને પિતા છે. તેમની માતાનું નિધન થયું છે.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગહનાને તેમણે ક્યારેય આવી સ્થિતિમાં નથી જોઈ. તેમણે કહ્યું કે મારે અત્યારે જ ગહનાને મળવા હોસ્પિટલ જવું પડશે. તેમને આગળ જણાવ્યું કે ‘મને તેમના મકાનમાંથી કોઈના દ્વારા સમાચાર મળ્યા કે તે હોસ્પિટલમાં દાખલ છે. મને કહેવામાં આવ્યું કે તેઓ બેભાન છે અને કોઈની સાથે વાત કરવા સક્ષમ નથી. હું હોસ્પિટલમાં તેમની મુલાકાત બાદ અન્ય અપડેટ આપીશ.

ખાનગી સમાચાર સંસ્થાના એક એક અહેવાલ મુજબ, અભિનેત્રીની હાલત જાણવા ગહનાના મેડિકલ નિષ્ણાત ડો. પ્રણવ કાબરા પણ સાંજે હોસ્પિટલની મુલાકાત લેશે. પ્રવક્તાના શબ્દોથી ગહનાની તબિયતની ગંભીરતા સમજી શકાય એમ છે.

વાત કરીએ ડોક્ટર પ્રણવની, તો તેઓ ઘણા સમયથી ગહનાની ડાયાબિટીસની સારવાર કરી રહ્યા છે. અને આ પહેલી વાર નથી કે ગહનાને હાર્ટ એટેક આવ્યો હોય. આ અગાઉ પણ ગયા વર્ષે જ્યારે ગેહનાને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે તે ત્રણ દિવસ વેન્ટિલેટર પર હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં અભિનેત્રીની હાલત ખૂબ ગંભીર છે.

 83 ,  1