September 23, 2021
September 23, 2021

Ganesh Chaturthi 2021: આવતીકાલથી દૂંદાળા દેવનો તહેવાર

જાણો ક્યારે કરશો ગણપતિની સ્થાપના? શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ગણેશ ચતુર્થીનો તહેવાર આવતીકાલે એટલે કે, 10 સપ્ટેમ્બરે છે. મુંબઈ અને ગુજરાત સહિતના રાજ્યોના લોકો ખૂબ ધામધૂમથી તહેવાર ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. હિન્દું પંચાગ મુજબ ભાદરવા સુદ 4 ના દિવસે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે આ તિથિ 10 સપ્ટેમ્બરે આવે છે. આ દિવસે ગણપતિની સ્થાપના કરવામાં આવશે. ભક્તો ગણપતિ બાપાની પૂજા માટે મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરે છે અને ભગવાન શ્રીગણેશનો જન્મોત્સવ મનાવે છે. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણપતિનો આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે.

ગણપતિ સ્થાપના માટે શુભ મુહૂર્ત

ગણપતિની સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. પંચાગ અનુસાર ગણપતિ બાપાની સ્થાપના 10 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા ને 17 મિનિટથી લઈ રાતે 10 વાગ્યા સુધી કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ વર્ષે ગણેશ ચતુર્થી પર ભદ્રાની છાયા નહીં હોય. ધાર્મિક માન્યતા મુજબ શુભ મુહૂર્ત પર ગણપતિનું સ્થાપન કરવાથી ઘરમાં ખુશી આવે છે. ઉપરાંત મનોકામના પણ પૂર્ણ કરે છે.

ગણેશજીને મોદક ખૂબ જ પસંદ છે. એટલા માટે ગણેશ જીના જન્મદિવસ પર તેમના પ્રિય મોદક ચાવવામાં આવે છે. તે જ સમયે, મોતીચૂર લાડુ પણ ગણેશજીને ખૂબ પ્રિય છે. આ સિવાય તમે ગણેશજીને ચણાના લોટના લાડુ પણ અર્પણ કરી શકો છો. બીજી બાજુ, ગણેશજીની પૂજા કર્યા બાદ ખીર અવશ્ય ચડાવવી જોઈએ. આ સિવાય કેળા, નાળિયેર, મખાનાની ખીર અને પીળા રંગની મીઠાઈનો પણ ગણેશજીના ભોગમાં સમાવેશ કરી શકાય છે.

પૂજા વિધિ

ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો, જે બાદ ફરી આરતી કરો અને પૂજા સમાપ્ત કરો.

 28 ,  1