September 19, 2021
September 19, 2021

Ganesh Chaturthi : દુંદાળા દેવને આવકારો શુભ યોગમાં ઘરે

ગણેશ ચતુર્થી પર 59 વર્ષે બાદ દુર્લભ યોગ

જેમનું સ્મરણ કરવાથી સઘળા સંકટ-વિઘ્નહર્તા આજથી ગણેશ ચતુર્થીનો પર્વનો શરૂ થઈ રહ્યો છે ત્યારે તમારે શુભ મૂહૂર્ત જાણી લેવું જરૂરી છે. સાથે આજે 59 વર્ષ બાદ દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે.

હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની પૂજા, અનુષ્ઠાન અને તહેવારમાં સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા અને આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિદ્યા, બુદ્ધિ, મંગલકારી, વિધ્નહર્તા, સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપનારા માનવામાં આવ્યા છે. આ કારણે ગણેશ ચતુર્થી મંગલકારી બની રહી છે.

ગણેશોત્સવનો તહેવાર ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીએ શરૂ થઈને અનંત ચતુર્દશીએ વિસર્જન સુધી ચાલે છે. પંચાગના અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી તિથિ ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે.

આજથી બુદ્ધિ અને વાણીના ગ્રહ બુધ અને સાહસ અને પરાક્રમના કારક માનાતા મંગળ ગ્રહ કન્યા રાશિમાં આવશે. આ સિવાય શુક્ર અને ચંદ્રમાની તુલા રાશિમાં પ્રવેશ થશે. જેનાથી મહિલાઓને મોટો ફાયદો થઈ શકે છે.

આ દિવસે સૂર્ય પોતાની રાશિ એટલે કે સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં ગોચર કરશે અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ 4 ગ્રહોના એક સાથે સ્વયંની રાશિમાં રહેવું એ પણ ખાસ સંયોગ છે. આ સિવાય 2 મોટા ગ્રહ શનિ અને ગુરુનું પણ એકસાથે વક્રી થવું શુભ સંયોગનો સંકેત છે.

 24 ,  1