કેતુની મહાદશા ચાલતી હોય તો કરો આ દેવની આરાધના, સંકટ ટળી જશે

કેતુની મહાદશામાં જો મોટી ઉમરે આવે તો અચૂક રીતે જાતકને સાંસારિક ગતિવિધિઓમાં રસ પડતો નથી, જાતકને પારલૌકિક અનુભવ અને વૈરાગ્યનું ઘેલું લાગે છે. નાની ઉમરે કેતુની મહાદશામાં અગ્નિ અને શત્રુ ભય રહે છે, અવારનવાર રોગ આવી પડે છે. જીવનની મધ્યાવસ્થાએ આવતી કેતુની મહાદશામાં જાતકને વિદેશગમન થઇ શકે છે.

કેતુની મહાદશા સાત વર્ષ ચાલે છે. જો તમારી કુંડળીમાં કેતુ સારા સ્થાને ન હોય તો આ સાત વર્ષ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેતુના સ્વામી ગણેશજી છે આથી કેતુની મહાદશામાં તેમની આરાધના કરવી જોઈએ. કેતુની મહાદશા ચાલતી હોય તો દરરોજ 108 વાર ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

 46 ,  3