પોલીસ માટે પડકારરૂપ બની રહ્યો છે ગેંગરેપનો આ રહસ્યમય કેસ..

વડોદરામાં ગેંગરેપ, ટ્રેનમાં આત્મહત્યા, ડાયરીના પાનાં મળે ના મળે..

મૂળ યુવતી નવસારીની, વડોડરામાં ગેંગરેપનો શિકાર, અને ચાલું ટ્રેને રહસ્યમય સંજોગોમાં આપઘાત પોલીસ માટે આ કેસ એક પડકારજનક બની રહ્યો છે. સમગ્ર તપાસનો આધાર ભોગ બનનાર યુવતીએ લખેલી ડાયરીના કેટલાંક પાના છે. જે ક્યારેક ગુમ થઇ જાય છે, ક્યારેક કોઇ ફાડી નાખે છે, તો ક્યારેક મળી આવે છે. હવે ડાયરીના આધારે એવું બહાર આવ્યું કે, આ યુવતી ઉપર ચપ્પાંથી હુમલો પણ કરવામાં આવ્યો હતો…?

સામૂહિક દુષ્કર્મ કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યું જેમાં આરોપીએ યુવતીને ચપ્પુના ઘા માર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે, દુષ્કર્મ બાદ યુવતીએ તેના આપવીતી પોતાની ડાયરીમાં નોંધી હતી..જો કે પોલીસ તપાસમાં ડાયરીના કેટલાક પાના ફાડી નાખવામાં આવ્યા, યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું

વડોદારમાં નવસારીની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં રોન અવનવા ખુલાસાઓ સામે આવે છે, જો કે ઘટનાને17 દિવસ થયા હોવા છતા પોલીસને હાથ કોઈ સફળતા લાગી નથી, સામૂહિક દુષ્કર્મ બાદ યુવતીએ આપઘાત કરી લીધો હતો..પરતું આરોપીઓને શોધવામાં પોલીસને કોઈ કળી હાથ લાગી નથી.. ત્યારે સામૂહિક દુષ્કર્મ કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યું જેમાં આરોપીએ યુવતીને ચપ્પુના ઘા માર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે, દુષ્કર્મ બાદ યુવતીએ તેના આપવીતી પોતાની ડાયરીમાં નોંધી હતી..જો કે પોલીસ તપાસમાં ડાયરીના કેટલાક પાના ફાડી નાખવામાં આવ્યા, યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું, પોલીસ તપાસમાં ડાયરીના પાનાની ઝેરોક્ષ મળી આવી છે, ઓએસીસ સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી છે જેમાં સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી જે પરથી લાગી રહ્યું છે, ત્યારે ઓએસીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી અને ત્યારબાદ યુવતીએ ટ્રેનમાં આત્મહત્યા કરી હતી.જે મામલે હાલ વડોદરા ક્રાઈમ બ્રાંચે નવસારીમાં તપાસ શરૂ કરી છે..ત્યારે મૃતક પીડિત યુવતીના માતા-પિતાએ ઓએસીસ સંસ્થાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.યુવતીની માતાએ તેમની દીકરીને ઓએસીસ સંસ્થાએ મદદ ન કરી હોવાનો અને સંસ્થા પોલીસ કાર્યવાહીમાં પોલીસને સહાય ન કરતી હાવોનો આક્ષેપ કર્યો છે. સાથે જ દીકરીને ચોક્કસ ન્યાય મળશે તે આશા સાથે પોલીસની કામગીરી મુદ્દે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

OASIS સંસ્થાની મેન્ટરે પીડિતાની ડાયરીના ફોટા ડિલીટ કર્યા?

વડોદરામાં પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને આપઘાતના કેસમાં ગઈ કાલે વધુ એક ખુલાસો થયો હતો. પોલીસ ફરિયાદમાં યુવતીને થયેલી ઇજાના ફોટો મોકલ્યા બાદ ડિલીટ કર્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તેની તપાસમાં શંકાની સોય ઓએસિસ સંસ્થાની કર્મી સામે ધૂમી હતી. રેલવે પોલીસે વલસાડમાં નોંધી FIRમાં ઓએસિસ સંસ્થાની કર્મીએ પેજ ફાડ્યા હોવાની શંકાનો ઉલ્લેખ કર્યો છે. સંસ્થાની મેન્ટરે પીડિતાની ડાયરીના ફોટા ટ્રસ્ટીને મોકલ્યા હતા. ટ્રસ્ટીને ફોટા મોકલ્યા બાદ મેન્ટરે ફોટા ડિલિટ કર્યાની આશંકા સેવાઇ રહી છે. PM રિપોર્ટમાં પીડિતાને ઈજા થયાનું સામે આવ્યું હતું. યુવતી પાસેથી ઓરેન્જ કલરની ડાયરી પણ મળી હતી.29 તારીખે બનેલા બનાવ અંગે ડાયરીમાં વિગતો લખી હતી. પણ અમુક પેજ ફાટેલા હતા જેની તપાસ હાલ દરેક પાસાઑને સાંકળી થઈ રહી છે.

રેલવે સ્ટેશન સુધી પીછો કરનાર નીકળ્યો મનોરોગી

યુવતીએ પોતાની ડાયરીમાં કોઈ પીછો કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો જે બાદ પોલીસે સીસીટીવીના આઘારે સુરત રેલવે સ્ટેશન પર ચેક કરતા એક શખ્સની શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ હતી. પોલીસે તેણે ગણતરીની કલાકોમાં દબોચી લીધો હતો જે બાદ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે યુવતીનો પીછો કરનાર શખ્સ મનોરોગી છે. તેણે સુરત એસ.ટી.ડેપોથી રેલવે સ્ટેશન સુધી યુવતીનો પીછો કર્યો હતો અને યુવતીની રેલવે સ્ટેશન ઉપર પજવણી પણ કરી હતી. ફરીથી દુષ્કર્મ થશે એવા ડરથી યુવતીએ આત્મહત્યા કરી હોવાનું તારણ પણ નીકળી રહ્યું છે.

દુષ્કર્મ થયુ છે તેવા કોઈ ઠોસ પુરાવા નથી, FSLના રિપોર્ટની રાહ: રેલવે રેન્જ IG

વડોદરામાં યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસ હજુ પણ અવઢવમાં છે. સામુહિક દુષ્કર્મ અને ત્યારબાદ આત્મહત્યાની ઘટનામા છેલ્લા 20 દિવસથી તપાસ ચાલી રહી છે.પરંતુ રેલ્વે પોલીસ હજુ સુધી દુષ્કર્મનો ભેદ ઉકેલી શકી નથી. જો કે, રેલવે પોલીસે વલસાડમાં અજાણ્યા શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ઘટનાની તારીખ અને યુવતીની પાસેથી મળેલી ડાયરીમાં લખેલી તારીખમાં ફેરફાર જણાયો હતો.આથી હાલ આ સમગ્રે મામલે પોલીસે પુરાવાના આધારે 29 તારીખે સાંજે ઘટના બની હોવાનું નોંધ્યું હતું..અને આ તપાસમાં બે શખ્સો પીડિતાને હાથપગ બાંધીને ઝાડીઓમાં લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું .હાલ પીડિતા સાથે દુષ્કર્મ થયુ છે તેવા કોઈ ઠોસ પુરાવા પોલીસને મળ્યા નથી. તો વિસેરા રિપોર્ટમાં પણ પીડિતાને ઝેર કે અન્ય કેફી પદાર્થ ન અપાયો હોવાનું સામે આવ્યું હતું .ત્યારે હવે FSLના રિપોર્ટ બાદ જ વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું છે કે કેમ એ સ્પષ્ટ થશે. તો રેલવે રેન્જ IG એ પણ ટૂંક સમયમાં આ ભેદ ઉકેલાશે અને પીડિતાને ન્યાય મળશે તેવી બાંહેધરી આપી છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી