પાલક પિતા સહિત પાંચ શખ્સોએ સગીરાને પીંખી નાખી

ઇસનપુર પોલીસે પાંચેય નરાધમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી

અમદવાદ શહેરના ઇસનપર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલક પિતા સહિત પાંચ શખ્સોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે ઇસનપુર પોલીસે પાંચેય આરોપીઓને જેલ હવાલે કરી વધુ તપસા હાથ ધરી છે.

ખોડિયારનગરના છાપરામાં રહેતી સગીરા પર પોતાના પાલક પિતાએ દાનત બગાડી હતી. પાલક પિતા કીરીણસિંહ ઝાલાએ એક વર્ષ પહેલા સગીરાને ચાંગોદર પોતાના ઘરે રાખી હતી. આ દરમિયાન સગીરાના માતાની ગેરહાજરીમાં નરાધમ અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી પાલક બાપ સગીરાની ઇજ્જત લૂંટતો હતો. જો કે આ અંગે સગીરાની માતાને જાણ થતાં સગીરાને ઇસનપુર ખાતે મુકી ગયા હતા.

ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે, માતાને મળવા ઇસનપુરથી ચાંગોદર જવા નારોલ સર્કલ પાસે રીક્ષા સ્ટેન્ડ પર ઉભી હતી. આ દરમિયાન રવિ રિક્ષાવાળા સાથે મુલાકાત થઇ હતી. જેને લગ્નની લાલચ આપી લાંભા ખાતે પોતાના મિત્ર હસમુખા લઇ જઇ બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો. જે રવિનો મિત્ર હસમુખ જાણી જતાં તેણે પણ મજબૂરીનો ફાયદો ઉઠાવી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આરોપી રવિ તથા હસમુખ બન્ને જણાએ સગીરાને પીપળજ ખાતે લઇ ગયા હતા. જ્યાં હસમુખે તેની માતાને સગીરાની આગળ પાછળ કોઇ નથી તેમ કહી ઘરમાં આશરો આપ્યો હતો. આ દરમિયાન અન્ય બે આરોપીઓ દશરથ તથા સોધીયાએ લગ્ન કરાવી દેવાનું કહી સગીરા સાથે અવાર નવાર ધમકીઓ આપી જબરજસ્તી શારિરીક સંબંધ બાંધતા હતા.

હાલ આ મામલે પાલક પિતા કીરણસિંહ ઝાલ, હસમુખ, રવિ, દશરથ તેમજ સેધીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 126 ,  1