ભુજમાં ગેંગરેપ – ચાકુની અણીએ મહિલા પર આચર્યું સામુહિક દુષ્કર્મ, ચાર સામે ફરિયાદ

ચાર હેવાનોએ ગળાના ભાગે ચાકુ મૂકી મહિલાને પીંખી નાખી

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિતના દાવા વચ્ચે ભુજમાં પરિણીતા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. ગળાના ભાગે છરી રાખી નરાધમોએ મહિલાનને પીંખી નાખી હતી. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાળા બનેવી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. ધરવામાં આવી હતી. તો બીજી તરફ પીડિતા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

આ અંગે ભુજ શહેર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ યુવાન પરિણીતા તેના ઘરે બેડરૂમમાં મોબાઈલ ફોન જોતા સુતી હતી. આ દરમિયાન 12થી 12.45 વાગ્યા સુધીના અરસામાં આરોપી નુરમામદ સુમાર બાફણ તેમજ અકબર ઉર્ફે અકો મયાત્રા તથા તેના બે સાગરિતો પીડિતાના ઘરે જઈ પહોંચ્યા હતા. નુરમામદ બાફણ તેમજ અકબરે જઈને યુવતીના મોં પર હાથ દાબી દીધો હતો અને કપડાં પણ ફાડી નાખ્યા હતા.

આ સમયે બે અજાણ્યા શખ્સોએ પરિણીતાના હાથ પકડી રાખ્યા હતા અને નુરમામદ અને અકબરે યુવતી સાથે પાશવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ ગાલ, છાતી અને શરીરના અન્ય ભાગોએ નખ ભરાવીને ઈજાઓ કરી હતી. આ ઘટના અંગે પીડિતાએ તેના પતિને જાણ કરતાં પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો અને પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

બનાવ બાદ ભુજ એ ડિવિઝન મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે ભોગ બનનાર પરિણીતાને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં દુષ્કર્મની 6000થી વધુ ઘટનાઓ

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ ગત અઠવાડિયે વિધાનસભાના સત્રમાં સરકાર દ્વારા કહેવાતી શાંતિ અને સલામતિ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં 6316 દુષ્કર્મની ઘટનાઓ અને સામૂહિક દુષ્કર્મની 72 ઘટનાઓ બની છે. આ આંકડાઓ રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં વિધાનસભામાં રજુ કર્યાં હતાં. આ ઉપરાંત બળાત્કાર-સામૂહિક બળાત્કાર કેસના 209 આરોપીઓને પોલીસ હજુ સુધી પકડી શકી નથી.

 77 ,  1