ગેંગસ્ટર સુરેશ પૂજારી ગિરફ્તાર, 15 વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયો હતો

મુંબઇમાં અનેક અપરાધોમાં વોન્ટેડ, ભારત લાવવાની તૈયારી શરૂ

મુંબઈ અંડરવર્લ્ડના વધુ એક ચર્ચિત ચહેરો ગેંગસ્ટર સુરેશ પુજારીને ફિલીપિન્સમાં ધરપકડ કરવામાં આવી છે. સુરેશ પૂજારી પર મુંબઈમાં અંદાજીત બે ડઝનથી વધુ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 2007માં સુરેશ પૂજારી દેશ છોડીને ભાગી ગયો હતો.

મહારાષ્ટ્રમાં જબરદસ્તીથી વસૂલી ના ઘણા મામલામાં વોન્ટેડ ગુન્હેગારને ભારત લાવવામાં આવશે, સૂત્રોના જણાવ્યા મુજબ પુજારીની 15 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને તે પોલીસ ગિરફ્તમાં છે. મુંબઈ પોલીસ અને સીબીઆઈ વર્ષોથી ગેંગસ્ટરની તમામ રૂપરેખા પર નજાર રાખી રહ્યા છે. પુજારીને ફિલીપીસની ફ્યૂજીટીવ સર્ચ યુનિટે ધરપકડ કરી હતી.

ગેંગસ્ટર સુરેશ પૂજારી પહેલા ડોન રવિ પુજારી સાથે કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે પોતાની અલગ ગેંગ બનાવી હાતી. ભારતમાં ઘણા કેસ નોંધાયા બાદ, પૂજારી દેશ છોડીને ભાગી ગયો અને નકલી દસ્તાવેજો દ્વારા જુદા જુદા દેશોમાં રહેતો હતો.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી