અમદાવાદ શહેરમાં ગુંડાઓ બેફામ, ઠક્કરનગરમાં ધોળા દિવસે ફાયરિંગ

ગાડીમાં આવેલા ચાર શખ્સોએ કર્યું ફાયરીંગ, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદના ઠક્કરનગરના હીરાવાડી પાસે ફાયરિંગની ઘટના બની હતી. ગાડીમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. તો બીજી તરફ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. નેશનલ હાઇવ 8 પર હીરાવાડી રોડ પર આવેલી સિદ્ધિવિનાયક કાર એક્સેસરી દુકાન બહાર ઘટના બની હતી.

શહેરમાં બદમાશો બેફામ બની રહે છે પોલીસનો જાણે કે કોઈ ડરના હોય તેમ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી રહ્યા છે. શહેરનાં નારોલ નરોડા હાઇવે પર ઠક્કરબાપા નગર વિસ્તારમાં ધોળા દિવસે બદમશોએ ફાયરિંગ કર્યું હતું. સિદ્ધિ સેલ્સ નામની એક દુકાન પર ગાડીમાં આવેલા ચાર વ્યક્તિઓ દ્વારા અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ ગાડીમાં નાસી છુટ્યા હતા.

મળતી માહિતી અનુસાર સિદ્ધિ વિનાયક કાર એસેસરીઝના શો રૂમ બહાર જ ફાયરિંગની ઘટના બની હતી. અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ ગૌરવ ચૌહાણ નામના શખ્સે કર્યું હોવાનું બહાર આવ્યું છે. પૈસાન લેતી-દેતી અને અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફુટેજ કબ્જે લઇને તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત ગાડીની ઓળખ પણ કરવામાં આવી છે.

 100 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર