અમદાવાદ : રાજપથ અને કર્ણાવતીમાં નહીં રમાય ગરબા

આયોજકોનો નિર્ણય, મોટા ભાગના ક્લબોમાં નહીં યોજાય નવરાત્રિ

કોરોનાની ત્રીજી સંભવિત લહેરના સંકટને કારણે અનેક મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પણ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. તેમાં અમદાવાદના બે મોટી ક્લબના ગરબા નહિ યોજાય. 

અમદાવાદમાં ખેલૈયા રસિકો માટે નવરાત્રિને લઇ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ક્લબોમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન નહિ થાય. રાજપથ અને કર્ણાવતી કલબમાં આ વર્ષે નવરાત્રિના ગરબાનું આયોજન નહિ કરાય. સરકાર જો છૂટ આપે છતાં આ બંને ક્લબ નવરાત્રિનું આયોજન નહિ કરે. આ વિશે ક્લબ તરફથી કહેવામાં આવ્યું કે, 15 હજાર જેટલા સભ્યો હોવાથી નવરાત્રિ યોજવી શક્ય નથી. 

તો અમદાવાદમાં જો આ વર્ષે મોટા ગરબા આયોજકો ગરબા નહિ યોજે, તો સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામશે. વર્ષો સુધી જ્યાં સોસાયટીઓમાં નવરાત્રિમાં ચકલા ઉડતા હતા, ત્યાં હવે લોકો ગરબા રમશે. 

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી