ઝારખંડ: ડ્રાઈવરને ઝોંકુ આવતા બસ ખીણમાં પડી, 7 લોકોનાં મોત, 40 ઘાયલ

ઝારખંડના ગઢવા જિલ્લામાં આજે થયેલા એક ગમખ્વાર બસ અક્સમાતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયાં. આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી ગઢવા આવી રહી હતી.

ઘટનાની જાણ થતાં જ ત્યાં એકત્ર થયેલા લોકો અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને ઘાયલોને બહાર કાઢ્યા. ત્યારબાદ તેમની નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ હાલ લોકોને બચાવવાનું કામ ચાલુ છે. અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસન લોકોને બચાવવાના કામમાં લાગ્યાં છે.

આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી ગઢવા જઈ રહી હતી. આ બસમાં 59 લોકો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ બસની ઝડપ ઘણી વધુ હતી. આ દરમિયાન વળાંક આવતા ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધો જેના કારણે દુર્ઘટના બની.

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર