એશિયાના નવા Billionaire Boss બન્યા ગૌતમ અદાણી

અદાણીએ અંબાણીની સાઈડ કાપી બન્યાં સૌથી ધનાઢ્ય અમીર વ્યક્તિ

ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પાછળ રાખીને ભારતના પ્રથમ ક્રમના ધનપતિ બન્યા છે. આ ગણતરી તેમના માર્કેટ કેપના આધારે કરવામાં આવી છે. શેરના ભાવમાં વધ-ઘટ થવાથી મુકેશ અંબાણીની સંપતિમાં ઘટાડો થયો હતો, જ્યારે ગૌતમ અદાણીની સંપતિમાં વધારો થયો હતો.

ભારતના ઉદ્યોગ જગત પર આમ તો ઘણા સમયથી આ બે ગુજરાતી ઉદ્યોગપતિઓનું એકચક્રી શાસન ચાલે છે. હવે અદાણીના આગળ નીકળી જવાથી ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ગુજરાતમાંથી જ પડકાર મળ્યો છે. દાયકાઓથી ચાલ્યા આવતા મુકેશ અંબાણીના સામ્રાજ્યને અદાણીની આ આગેકૂચથી પડકાર મળ્યો છે. શક્ય છે કે ફરીથી શેરના ભાવ ઊંચકાતા અંબાણી આગળ નીકળી જાય. પરંતુ હાલ તો ગૌતમ અદાણી સૌ કોઈની સાઈડ કાપી લીધી છે.

શેરબજારમાં સતત ધોવાણથી બેએક દિવસમાં મુકેશ અંબાણીના તાબાની કંપનીઓના માર્કેટ કેપમાં 55000 કરોડ રૂપિયાથી વધારેનો ઘટાડો થયો હતો. બીજી તરફ અંબાણી અને અદાણી વચ્ચે સંપત્તિમાં તફાવત પોણો લાખ કરોડ જેટલો જ હતો. એ તફાવત હવે રહ્યો નથી, અદાણીએ અંબાણીની સાઈડ કાપી લીધી છે.

 42 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી