ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો, વિશ્વના મોટા અમીરોને છોડ્યા પાછળ…

એશિયામાં અંબાણીનું શાસન આગામી દિવસોમાં જોખમમાં…!

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીનાં શાસન પર ફરી એકવાર ખતરો દેખાઇ રહ્યો છે અને આ વર્ષે તેમની નેટવર્થમાં $20.5 બિલિયનનો વધારો થયો છે, જ્યારે અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ 52 બિલિયન ડોલરનો વધારો થયો છે.

આ વર્ષે અત્યાર સુધીની કમાણીની વાત કરીએ તો અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી હવે ભારતીય અબજોપતિઓમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે. તેમણે માત્ર એશિયાનાં સૌથી અમીર મુકેશ અંબાણીને જ નહીં પરંતુ દુનિયાનાં મોટા અમીરોને પણ પાછળ છોડી દીધા છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં $52 બિલિયનનો વધારો થયો છે. આ મામલામાં અદાણી માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, સ્ટીવ વોલ્મર, લેરી એલિસન, વોરેન બફેટ જેવા ટોપ-10 અબજોપતિઓથી ઘણા આગળ છે. જે દર્શાવે છે કે ગૌતમ અદાણીની આવકમાં કેટલી ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન માત્ર એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ જ તેમનાથી આગળ દેખાઇ રહ્યા છે. એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 124 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે.

આ સમયગાળા દરમિયાન બર્નાર્ડ આર્નોલ્ટે $56 બિલિયનની કમાણી કરી, જ્યારે લેરી પેજે $47 બિલિયનની કમાણી કરી. વળી, સર્ગી બ્રિનની નેટવર્થમાં આ વર્ષે $45 બિલિયનનો વધારો થયો છે. ભારતીય અબજોપતિઓની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં $20.5 બિલિયન, ગૌતમ અદાણીની સંપત્તિમાં $52 બિલિયન, શિવ નાદરની સંપત્તિમાં $5.29 બિલિયન, અઝીમ પ્રેમની સંપત્તિમાં $11.8 બિલિયનનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણી $97.2 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વનાં સૌથી ધનિકોની યાદીમાં 11માં ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં $20.5 બિલિયનનો વધારો થયો છે. અંબાણી તાજેતરમાં $100 બિલિયનની ક્લબમાં જોડાયા હતા, પરંતુ ત્યારથી તેમની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં તે એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની તાજેતરની યાદી અનુસાર, એલોન મસ્ક $294 બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. જેફ બેઝોસ $200 બિલિયન સાથે બીજા અને બર્નાર્ડ આર્નોલ્ટ $170 બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. બિલ ગેટ્સ $137 બિલિયન સાથે ચોથા નંબર પર છે. લેરી પેજ $130 બિલિયન સાથે પાંચમાં સ્થાને, સર્ગી બ્રિન $125 બિલિયન સાથે છઠ્ઠા, માર્ક ઝુકરબર્ગ $122 બિલિયન સાથે સાતમાં સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, એશિયામાં અંબાણીનું શાસન આગામી દિવસોમાં જોખમમાં આવી શકે તેવુ લાગી રહ્યુ છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં તાજેતરનાં સમયમાં ઘણો વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી 85.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વનાં ધનિકોની યાદીમાં 13માં ક્રમે છે. એટલે કે આ વર્ષે તેમની નેટવર્થ અંબાણી કરતા અઢી ગણી વધી ગઈ છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી