USમાં ગુજરાતી યુવકે BAPS મંદિરમાં કર્યા સમલૈગિંક લગ્ન, પરિવારો પણ સામેલ થયા

અમેરિકાનાં ન્યૂજર્સી શહેરનાં ભારતીય મૂળનાં બે યુવકોએ સમલૈંગિક લગ્ન કર્યા છે. આમાંથી એક યુવક ગુજરાતી અમિત શાહ છે. અને બીજાનું નામ આદિત્ય મદિરાજુ છે. બંનેએ ન્યુજર્સીનાં BAPSનાં સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે.

અમિત શાહ અને આદિત્ય મદિરાજુએ હિન્દુ રીત-રિવાજો મુજબ લગ્ન કર્યાં છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ચારેતરફ છવાઈ ગઈ છે.

પહેલીવાર સમલૈગિંક લગ્નની તસવીરો આટલી સુંદર રીતે જાહેર જીવનમાં આવી હોય. સોશિયલ મીડિયા પર આ સુંદર કપલને લગ્નજીવન માટે લોકો ઢગલાબંધ શુભકામનાઓ આપી રહ્યાં છે.

આ બંનેએ લગ્નમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કુર્તા પહેર્યા હતાં. અમિત અને આધિત્યની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા બારમાં થઇ હતી.

બંનેએ એકબીજાનો નંબર શેર કર્યો. પહેલાં વર્ષ 2016માં તેઓ સારા મિત્રો હતાં અને બાદમાં તે મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.

તેમણે જણાવ્યું કે, જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારે અમને જરા પણ લાગતુ ન હતું કે અમે લગ્ન કરીશું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ અમને લાગવા લાગ્યું કે અમે એકબીજા માટે બન્યા છીએ.

તેના બાદ અમે અમારા માતાપિતા સાથે લગ્નની વાત કરી. આ લગ્નની તસવીરો પર કેટલાંકે ખુબજ ભદ્દી કમેન્ટ્સ કરી છે તો કેટલાંકે આ કપલ અને તેમનાં પરિવારનાં દિલ ખોલીને વખાણ કર્યા છે.

આ સમલૈગિંક કપલ પોતાના લગ્ન માટે એટલા ખુશ હતા કે, તેમણે દરેક વિધી પૂરી કરી છે. તેઓએ પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું, હાથમા મહેંદી પણ રચાવી. હલ્દી સેરેમની પણ કરી.

અમિત જણાવે છે કે, આદિત્ય બહુ જ ક્રિએટિવ છે. તેને પેઈન્ટિંગ અને આર્ટમાં બહુ જ રસ છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી