બિપિન રાવતની વસમી વિદાય- તુમ્હે ના ભૂલ પાયેંગે…

રાવતની આગળ-પાછળ સુરક્ષા માટે હેલિકોપ્ટરો હોત તો..

સૈન્ય વડાઓની હવાઇ મુસાફરીના નિયમોમાં ફેરફાર…

અનેક મહાનુભાવોને આપણે આ રીતે ગુમાવ્યાં…

સિંધિયા-પાયલટ-રાજશેખર-કુમારમંગલમ-મુંડે…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના પ્રથમ સીડીએસ-ચીફ ઓ ડિફેન્સ આર્મી- બિપીન રાવત સહિત 13 લોકો એક હાઇ પ્રોફાઇલ ચોપર ક્રેશ અકસ્માતમાં શહીદ થયા છે. સદનશીબે એક સૈન્ય અધિકારી ચમત્કારિક રીતે બચી ગયા છે અને સારવાર હેઠળ છે.

8 ડિસેમ્બરના રોજ આખો દેશ દિવસભર ભારે ઉત્તેજનાની સાથે સાંજ શોકમાં ગરકાવ થઇ ગયો. દુર્ઘટનાના પગલે દિલ્હીમાં જે રીતે સરકારી હલચલ થઇ રહી હતી તેનાથી મિડિયાને અને લોકોને અંદાજ આવી જ ગયો હતો કે આપણાં શૂરવીર રણબાંકૂરા બિપિન રાવત તેમાં જિવિત નહી બચ્યા હોય. દિવસભર તેમના દિર્ઘાયુ માટે દુવાઓ થઇ હતી. છેવટે સ્થાનિક રીતે સત્તાવાર માહિતી સરકારને મળ્યા બાદ તેમના નિધનની જાહેરાત કરવામાં આવી હતી.

આમ તો પ્રથમ નજરે હેલિકોપ્ટર ખુબ નીચી ઉંચાઇએ ઉડતા ઉડતાં ધુમ્મસમાં ગરકાવ થઇ ગયો હવાના વિડિયો વાઇરલ થયા છે. તેમ છતાં હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને તમામ રીતે તપાસ કરવામાં આવશે. જેમાં કોઇ ભાંગફોડની શકયતાની રીતે પણ તપાસ થશે. કેમ કે સ્વ. બિપીન રાવતે પાકિસ્તાન અને ચીનને આપેલી ચેતવણીઓ તેમને નહીં ગમી હોય. તપાસના અંતે સાચુ કારણ દેશવાસીઓ જાણી શકશે. પણ આ દુર્ઘટનાને પગલે અગાઉ આવા કેટલા હાઇ પ્રોફાઇલ અકસ્માતો થયા તે જાણવામાં રસ પડે તે સ્વાભાવિક છે.

કોઈ મોટી વ્યક્તિત્વને વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હોય તેવી આ ભયાનક ઘટના કે દુર્ઘટના આ અગાઉ પણ બની છે. છેક 1980ના ગાળામાં જઇએ તો તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું દિલ્હીના પાલમ વિમાની મથકે એર ક્રેશમાં નિધન થયુ હતું.

તે અગાઉ 1965માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન પાકિસ્તાને જાસુસી વિમાન માનીને કચ્છ સરહદે ઉડાવી દીધુ હતું.

1973માં કોંગ્રેસના નેતા મોહન કુમારમંગલમ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. કોંગ્રેસના નેતા મોહન કુમારમંગલમનું 1973 માં નવી દિલ્હી નજીક ઇન્ડિયન એરલાઇન્સના વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. મોહન સાંપ્રદાયિક પક્ષની દેખરેખ રાખતા હતા પરંતુ બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

આંધ્રપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી વાયએસ રાજશેખરનું 2009માં રુરાકોંડા હિલ ખાતે હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું હતું. રેડ્ડી કોંગ્રેસના સૌથી પ્રખ્યાત ચહેરાઓમાંના એક હતા અને 2009 માં પાર્ટીને સત્તામાં પાછા આવવામાં મદદ કરી હતી. જો કે તેમના નિધન બાદ કોંગ્રેસમાં ડખાને પગલે તેમના પુત્ર જગનમોહન રેડ્ડીએ અલગ પાર્ટી બનાવી અને હાલમાં મુખ્યમંત્રીપદે છે.

કોંગ્રેસના નેતા અને ભાજપ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા અને રાજવી પરિવારના માધવરાવ સિંધિયાનું પણ હવાઈ અકસ્માતમાં સપ્ટેમ્બર 2001 માં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. યુપીના મૈનપુરી જિલ્લાની હદમાં સિંધિયા અને અન્ય છ લોકોને લઈ જતું એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું.

લોકસભાના સ્પીકર જીએમસી બલયોગીનું 3 માર્ચ, 2002ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલ્લાના કૈકલુર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. બલયોગી 1998 માં લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ ફરીથી 19 માં 13 મી લોકસભાના અધ્યક્ષ બન્યા. તેઓ લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ પણ હતા.

વિમાન અકસ્માત ઉપરાંત માર્ગ અકસ્માતમાં માર્યા ગયા હોય તેવા મહાનુભાવમાં રાજસ્થાનના કોંગ્રેસના નેતા સચિન પાયલટના પિતા રાજેશ પાયલટનો સમાવેશ થયા છે. જયપુર નજીક 11 જૂન 2000ની સાલમાં નિધન પામ્યા હતા. તમની જીપ સાથે એક કાર અથડાતાં અકાળે તેમની રાજકિય કારકિર્દી અસ્ત થઇ ગઇ હતી.

2014માં દિલ્હીમાં કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. આ ઘટનાઓને લઇને અને ખાસ કરીને સ્વ. બિપિન રાવતના નિધનના પગલે કેન્દ્ર સરકારે સૈન્યના વડાઓની હવાઇ મુસાફરીને સંબંધિત એવી જોગવાઇ કરવી જોઇએ કે તેઓ હવાઇ પ્રવાસ કરે ત્યારે તેમની આગળ પાછળ એસ્કોર્ટ અને પાયલટીંગ માટે હેલિકોપ્ટર ઉડતાં હોય. જેમ કે સ્વ. રાવતના અએકસ્માત વખતે તેમની આગળ પાછળ સુરક્ષા માટે હેલિકોપ્ટરો સાથે હોત તો તરત જ બચાવ કામગીરી હાથ ધરી શકાઇ હોત અને સંભવ છે કે તેઓ બચી ગયા હોત.

દેશની સેવા કાજે પ્રવચન આપવા જઇ રહેલાં સીડીસીની સેવાઓને ભારત ક્યારેય નહીં ભૂલે…દેશની એક જ લાગણી અને સંવેદના- તુમ્હે ના ભૂલ પાયેગે…

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી