LRD ભરતીમાં શારીરિક કસોટી આ તારીખે યોજાવાની સંભાવના

લોકરક્ષક ભરતીને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર

રાજ્યમાં લોકરક્ષક ભરતીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ થોડી જ ક્ષણો પહેલાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને લોકરક્ષક ભરતી અંગે મહત્વની જાહેરાત કરી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘લોકરક્ષક ભરતીની જાહેરાતમાં વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બરની ૧ થી ૧૦ તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના છે.’

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘લોકરક્ષક ભરતીની ટૂંકમાં જાહેરાત થશે. 31 માર્ચ 2021 બાદ લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડે તારીખ 20/10/21 ના રોજ અરજીઓ મંગાવી છે. https://ojas.gujarat.gov.in પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.’

નોંધનીય છે કે, આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં હતાં કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. દિવાળી બાદ નવેમ્બરમાં આ શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. આ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી શેર કરી હતી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી