જીવનાં જોખમે વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે ભણતર…

આજના આધુનિક યુગમાં પણ સુરત જિલ્લાનાં માંડવીના 6 ગામના વિદ્યાર્થીઓ જાણે કે વર્ષો પહેલાના જમાનામાં જીવી રહ્યા એવો અનુભવ કરી રહ્યા છે. જેનું કારણ ઊમરસાડીથી ખરોલી માર્ગની ઘોડાખાડી પરનો લો લેવલ પુલ ચોમાસામાં ભારે વરસાદ થતાં જ પાણીમાં ગરક થઇ જતો હોય છે. પરિણામે વિદ્યાર્થીઓએ પાણીમાં જીવના જોખમે પાર કરી અભ્યાસ માટે જતાં હોય છે.

તાજેતરમાં વરસાદમાં પુલ પાણીમાં ગરક થતાં ઘૂંટણસમા પાણીમાંથી વાલીઓના સહારે અવર જવર કરવું પડયું હતું. વર્ષોથી વહીવટી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને જાણ કરવા છતાં ગ્રામજનોની માંગણી સંતોષાય નથી.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી