ઉત્તર પ્રદેશ : યુવકોને હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો ગાઝિયાબાદ પોલીસે કર્યો પર્દાફાશ, પાંચની ધરપકડ

રાજકોટના યુવક પાસેથી 80 લાખ પડાવ્યા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બ્લેકમેઈલિંગના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદ પોલીસે એક એવી ગેંગ પકડી છે જે લોકોને તેમના ન્યૂડ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતી હતી. આ ગ્રુપ ઘણા સમયથી આ કામમાં લાગેલું હતું. 

ગાઝિયાબાદ પોલીસે રાજકોટમાં રહેતા તુષાર નામના એક વ્યક્તિની ફરિયાદના આધારે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. તુષારે રાજકોટમાં ફરિયાદ નોંધાવી હતી કે બ્લેકમેઈલિંગના નામે તેની પાસેથી 80 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા. આ મામલે ઈનપુટ મળ્યા બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ પાસેથી મળેલા ઈનપુટના આધારે જિલ્લાની સાઈબર સેલ આ મામલાને ટ્રેસ કરી રહી હતી.

ગાઝિયાબાદ પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી હતી. જેમાં યોગેશ, તેની પત્ની સપના, નીકીતા નિધિ અને પ્રિયા નામની છોકરીની ધરપકડ કરી હતી. 

ગાઝિયાબાદ પોલીસ અને સાયબર ટીમે યોગેશ ગૌતમ અને તેની પત્ની સપના ગૌતમની ધરપકડ કરી હતી. આ બંને લોકો આ ગ્રૂપના એક્ટિવ મેમ્બર્સ ઓળખાયા હતા. બંને પતિ પત્ની મળીને રાજ્યોના લોકોનાં અશ્લીલ વિડીયો બનાવીને તેઓને બ્લેકમેલ કરતાં હતા. બંનેને રાજનગર એક્સટેન્શન પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. 

આ ગેંગ પાસેથી અનેક પોર્ન વિડીયો, આપત્તિજનક સામગ્રી, લેપટોપ, મોબાઈલ, અશ્લીલ સીડી, મેમરી કાર્ડ, પેનડ્રાઇવ, સેકસ ટોયસ, મહિલાઓ પાસેથી અલગ અલગ સેકસ ટોય્ઝ વગેરે સામગ્રી મળી આવી હતી. 

ચાર બેંક એકાઉન્ટમાં લગભગ 3.8 કરોડ રૂપિયાની લેવડદેવડ

ગાજીયાબાદ સિટી એસપી નિપુલ અગ્રવાલે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ગેંગના 8 બેંક એકાઉન્ટની જાણકારી મળી છે. આ ચાર બેંક એકાઉન્ટમાં લગભગ 3.8 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે. પોલીસે આ ગેંગના તમામ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ગાજીયાબાદ પોલીસે એમ પણ જણાવ્યું કે, આ ગેંગ લોકોનો અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતાં અને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. આ ગેંગનું સંચાલન એક દંપતી કરી રહ્યું હતું.

રાજકોટના યુવક પાસેથી લગભગ 80 લાખ રૂપિયા પડાવ્યા

ગાજીયાબાદ પોલીસે ધરપકડ કરેલી આ ગેંગે ગુજરાતના રાજકોટના તુષાર નામના એક યુવક પાસેથી લગભગ 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ યુવકે પહેલા સ્ટ્રીપ ચેટ કર્યું હતું. આ પછી પર્સનલ નંબર શેર કરીને ગેંગની યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. પહેલા આ ગેંગની યુવતીઓએ વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. 

અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક જ વર્ષમાં તેની પાસેથી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી પણ યુવકનો પીછો છોડ્યો નહોતો અને તેની પાસેથી 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ગુજરાત પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે.

સપના યુવતીઓને 25 હજાર રૂપિયાના પગારે રાખી યુવકોને શિકાર બનાવતા..

આ ગેંગની મુખ્ય સૂત્રધાર સપના ઓએલએક્સ ઉપર એડ મૂકીને કોલિંગ માટે યુવતીઓને બોલાવતી હતી. આ પછી તેમને તે ટ્રેનિંગ આપતી હતી. યુવતીઓને 25 હજાર રૂપિયાના પગારે રાખી તેમની પાસેથે વોટ્સએપ પર ન્યૂડ કોલ કરાવાતો હતો અને પછી તેમનો અશ્લીલ વીડિયો બનાવીને તોડ કરવામાં આવતો હતો.

સપના ખૂબ જ સાતિર દિમાગની અપરાધી છે. તે પહેલા લોકોને પોર્ન વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવતી હતી. આ પછી તેમની સાથે યુવતીઓ અશ્લીલ વાતો કરતી તેમજ પર્સનલ વોટ્સએપ નંબર મેળવી ન્યૂડ કોલ કરવામાં આવતો હતો. આ પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા. આ ગેંગે સેંકડો લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે.

પાંચસો લોકોને શિકાર બનાવ્યા

આ ધંધો એક કોલસેન્ટર દ્વારા સંચાલિત થઈ રહ્યો હતો. આ કેસમાં બેંક ડિટેલ દ્વારા પોલીસને આરોપીઓનો ફોટો મળી ગયો. ત્યારબાદ નંદગ્રામ પોલીસ મથકના પોલીસકર્મીઓ સાથે મળીને સાઈબર સેલની ટીમે લોકલ ઈનપુટના આધારે ગઈ કાલે સવારે એક ફ્લેટમાં રેડ મારીને કોલ સેન્ટરનો ખુલાસો કર્યો. પોલીસે આ કોલ સેન્ટરમાંથી એક દંપત્તિ અને ત્રણ યુવતીઓની ધરપકડ કરી છે. 

સાઈબર સેલના ખુલાસાથી એવું પણ જાણવા મળ્યું છે કે અશ્લીલ વીડિયો બનાવીને લગભગ 500 લોકો પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવી. આ રેકેટ દ્વારા 22 કરોડ રૂપિયાની રકમ વસૂલાઈ. આ ગેંગનો માસ્ટરમાઈન્ડ એક ઠગ દંપત્તિ છે. જે રાજનગર એક્સ્ટેન્શનની ઓફિસર સિટી પ્રથમમાં એક ફ્લેટ ભાડે લઈને કોલ સેન્ટરનું સંચાલન કરતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી દંપત્તિ અને 3 યુવતીઓની પણ ધરપકડ કરી છે. 

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી