અંબાજીમાં ભારે ભીડને જોતા હવે આટલા વાગ્યા સુધી જ મંદિર ખુલ્લું રહેશે

લાભપાંચમના દિવસે ભક્તોનું ઘોડાપૂર, દર્શન માટે બસ સ્ટેન્ડ સુધી લાઈનો લાગી

આજે લાભપાંચમના દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું છે. ભક્તોની ભારે ભીડને જોતા મંદિર રાત્રે 11 વાગ્યે સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. દર્શન માટે બસ સ્ટેન્ડ સુધી લાઈનો લાગી છે. ચાર દિવસમાં અઢી લાખ ભક્તોએ માના દર્શન કર્યા.

કોરોનાકાળ બાદ આ વખતે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે. અંબાજીમાં ચારેયબાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અંબાજીના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં નજર પડે ત્યાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે.

આ વર્ષે હોટલ-રેસ્ટોરન્ટમાં પણ યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના કાળ બાદ યાત્રિકો અંબાજી ખાતે જોવા મળ્યા હતા.

પાવાગઢ ખાતે 3 લાખ ભક્તો ઉમટ્યા

નવરાત્રિ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ મંદિરે દર્શને પહોંચ્યા છે. જોકે, કોરોના હજી ગયો નથી, ત્યારે ભક્તોની આ ભીડ ડરાવી દે તેવી છે. અત્યાર સુધીમાં 3 લાખ કરતા વધુ ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા છે. 

યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યુ છે. નવા વર્ષ નિમિત્તે અને રવિવારની રજાને લઈ દોઢ લાખથી વધુ ભક્તો એકસાથે પાવાગઢમાં ઉમટયા હતા. અત્યારે હાલ પણ મંદિરના દરેક પગથિયે અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. હાલ પાવાગઢમાં ખાનગી વાહનોને માંચી ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ચાંપાનેર ખાતેના તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. રવિવાર અને તહેવારોની સીજનને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી