પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, પગ મૂકવાની પણ જગ્યા નથી…

3 લાખ ભક્તો ઉમટ્યા, ભીડમાં 20 બાળકો ખોવાયા

નવરાત્રિ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ મંદિરે દર્શને પહોંચ્યા છે. જોકે, કોરોના હજી ગયો નથી, ત્યારે ભક્તોની આ ભીડ ડરાવી દે તેવી છે. 

આજે બપોર સુધીમાં 3 લાખ કરતા વધુ ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા છે. 

યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યુ છે. નવા વર્ષ નિમિત્તે અને રવિવારની રજાને લઈ દોઢ લાખથી વધુ ભક્તો એકસાથે પાવાગઢમાં ઉમટયા છે. મંદિરના દરેક પગથિયે અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે.

હાલ પાવાગઢમાં ખાનગી વાહનોને માંચી ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ચાંપાનેર ખાતેના તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. રવિવાર અને તહેવારોની સીજનને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 

પાવાગઢમાં એટલી ભીડ એકઠી થઈ છે કે, કોઈ વિચારી ન શકે. આવામાં કેટલાક બાળકો પણ વિખૂટા પડ્યા હતા. ભીડમાં 20 જેટલા વિખુટા પડેલા બાળકોનો પોલીસ અને મંદિર ટ્રસ્ટ કન્ટ્રોલ રૂમના માધ્યમથી માતાપિતા સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો. 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી