આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ

સૌરાષ્ટ્ર- સુરતીવાસીઓ માટે ખુશખબર

ભાવનગર અને સુરત વચ્ચે જળમાર્ગે કનેક્ટિવિટી વધારવામાં મહત્વપૂર્ણ અઢી મહિના જેટલા સમય સુધી બંધ રહેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ થશે. દિવાળી પૂર્વે ફરી શરૂ થતાં લોકોને ઓછા સમયમાં ભાવનગર અને સુરત આવવા જવા માટે સમય બચત સાથેની સુવિધા મળશે.આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા પુનઃ શરૂ થઈ જશે. આજે સવારે ૮ કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ ઉપડશે. જ્યારે ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો થશે.

આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમી હશે. આ અંતર કાપવા માટે રોડ માર્ગે 10થી 12 કલાક થતી હતી જે હવે સમુદ્ર માર્ગે માત્ર 4 કલાક થશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે.

જો કે જહાજને વાર્ષિક શેડયૂલ મુજબ ડ્રાય ડોક મેન્ટેનન્સ માટે મોકલવામાં આવતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસને ૨૪ જુલાઈથી બંધ કરવામાં આવી હતી. જેના કારણે અઢી માસથી વધુ સમય સુધી ફેરી સર્વિસ બંધ રહ્યા બાદ જહાજનું મેન્ટેનન્સ કામ પૂર્ણ થઈ જતાં ટ્રાયલ અને સરકારી ચકાસણીની પ્રક્રિયા પૂરી થતા ફેરી સર્વિસને ઓપરેટ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી