September 21, 2020
September 21, 2020

ગુલાબ નબી આઝાદ બોલ્યા – ચૂંટણી નહીં થાય તો આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં બેસી રહેશે કોંગ્રેસ

આઝાદે કોંગ્રેસ વર્કિંગ કમિટીની નવેસરથી ચૂંટણી કરવાની કરી અપીલ

કોંગ્રેસમાં પાર્ટી અધ્યક્ષને લઇ હજૂ પણ ખેચતાણ ચાલી રહી છે. ત્યારે હવે પાર્ટીના વરિષ્ઠ નેતાએ અધ્યક્ષ પદની ચૂંટણીની વાત કહી છે. ગુલામ ગુલામ નબી આઝાદે કહ્યું – “જો ચૂંટાયેલ વ્યક્તિ પાર્ટીને લીડ કરે છે તો પાર્ટી પહેલા કરતાં વધારે સારી સ્થિતિમાં રહેશે બાકી કોંગ્રેસ આગામી 50 વર્ષ સુધી સતત વિપક્ષમાં બેસી રહેશે.”

કોંગ્રેસ વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદએ પાર્ટી નેતાઓને કહ્યું છે કે જે કોઈ પણ કૉંગ્રેસનું હિત ઈચ્છે છે તે તેમના ‘અસહમતિ પત્ર’નું સ્વાગત કરશે. કૉંગ્રેસ તરફથી ભલે કહેવામાં આવી રહ્યું હોય કે તેઓએ ગુલાબ નબી આઝાદને સમજાવી લીધા છે, જોકે તેઓએ ફરી એકવાર ભાર મૂકતાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની નવેસરથી ચૂંટણી કરવાની વાત કહી છે.

ગુલાબ નબી આઝાદે કહ્યું કે, કૉંગ્રેસના આંતરિક કામકાજમાં જે કોઈને પણ રસ હશે તેઓ અમારા આ પ્રસ્તાવને સમર્થન આપશે. અમે ઈચ્છીએ છીએ કે પાર્ટીને જો મજબૂત કરવી છે તો દરેક રાજ્ય અને જિલ્લામાં અધ્યક્ષ નિયુક્ત હોવા જોઈએ. તેઓએ કહ્યું કે સંગઠનને મજબૂત કરવા માટે સમગ્ર કૉંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી કરાવવી જોઈએ.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, “જ્યારે તમે ચૂંટણી લડો છો તો ઓછામાં ઓછા 51 ટકા તમારી સાથે હોય છે અને તમે પાર્ટીની અંતર માત્ર 2-3 લોકો વિરૂદ્ધ ચૂંટણી લડો છે. 51 ટકા વોટ મેળવનાર વ્યક્તિને ચૂંટવામાં આવશે. અન્યને 10-15 ટકા વોટ મળશે. જે વ્યક્તિ જીતે છે, તેને પાર્ટી અધ્યક્ષનો પ્રભાર સોંપવામાં આવશે. તેનો મતલ એ છે કે 51 ટકા લોકો તેની સાથે છે.

ગુલામ નબીએ આગળ કહ્યું, “ચૂંટમીનો ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે ચૂંટણી લડો છો, ઓછામાં ઓછા 51 ટકા લોકો તમારી પાછળ હોય છે. પરંતુ હાલમાં જે અધ્યક્ષ બને છે તેની પાસે એક ટકા પણ સપોર્ટ નથી. જો કોંગ્રેસ કાર્યસમિતિના ચૂંટવામાં આવે છે તો તેને હટાવી ન શકાય તો સમસ્યા ક્યાં છે.”

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર