પ્રાંતિજ: જાયન્ટ્સ ગ્રુપના સહયોગથી ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આયુર્વેદિક વૃક્ષોનું વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગૃપના સહયોગ થી વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાયન્ટસ સ્થાપક ર્ડા .એન.કે. ડેરિયા, જાયન્ટસ પ્રમુખ નિખિલભાઇ સુખડિયા, વજેશભાઇ ભાવસાર, હિરેન ભાઇ સોની, મંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, પિયુષભાઇ ભાવસાર, ફોરેસ્ટ અધિકારી ગણપતભાઇ દેસાઇ, જાયન્ટસ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

તો કિસ્ટલ પબ્લિક સ્કૂલના મેદાન સંકુલમાં શાળાના બાળકો તથા ઉપસ્થિત મહેમાનો તથા સ્કુલના પ્રિન્સિપાલ ભામીની બેન શેઠ, દક્ષિલભાઇ દેસાઇ સહિત શાળા સ્ટાફ દ્વારા આયુર્વેદિક વૄક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી