વાયુ નામનું વાવાઝોડું ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું ગયું છે, ત્યારે ગુજરાતના લોકોએ અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ કેટલીક જગ્યાએ વાયુએ તેનું રોદ્રરૂપ બતાવ્યું હતું અને ધરતીના તાત ગણાતા ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું હતું, આ કપરી પરિસ્થિતિમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે.
ખેડૂતોનાં પાકને નુકસાન થઇ રહ્યું છે તે માટેની મદદ માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ‘અમે તાત્કાલિક સર્વે કરાવીશું. નુકસાનીનો અંદાજ કઢાવીશું અને કાયદેસર રીતે જે પણ આગળની કાર્યવાહી કરવાની રહેશે તે કરીશું.’તેમણે વધુમાં કહ્યું કે, ‘હું અહીં 4 દિવસથી છું અને દાદની મહેરબાનીથી જ આ આફત ટળી છે.’ વધુમાં જણાવ્યું કે, ‘કુદરતી આફત હતી અને કુદરતનાં આશીર્વાદથી તે ટળી ગઇ છે. જેથી હું અને અધિકારીઓ ભગવાનનાં આશીર્વાદ લેવા જઈશું. અમને ભગવાનનાં આશીર્વાદ ચોક્કસ મળ્યાં પરંતુ તેની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આયોજન અને તંત્રની કામગીરી પણ પુરતી હતી. આ ઉપરાંત પ્રજાનો સહકાર પણ અમને મળ્યો છે. અમે વાવાઝોડાની સાથે ભારે વરસાદને પહોંચી વળવા માટેની પણ તૈયારી કરી હતી.’
41 , 2