આખરે ભગવાન બારડને મળી રાહત, તાલાલા વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય

ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કર્યા બાદ આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે ભગા બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય.

આપને જણાવી દઇએ, આ પૂર્વે ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું. ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા. હવે સુપ્રીમ કોર્ટના આ આદેશથી ભગવાન બારડને મોટી રાહત મળી છે.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી