ગીર સોમનાથમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસ – સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

ગીર સોમનાથના વેરાવળમાં હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ખારવા વાડા વિસ્તારમા પોલીસ અનેં સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘટનામાં બુલેટ પર પેટ્રોલીંગમાં નીકળેલ એ.એસ.પીનું બુલેટ સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સ્થિતિને પહોંચી વળવા આવેલી પોલીસ કાફલા ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એએસપી સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

હાલ ખારવા વાડા વિસ્તાર આખો આખો પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. ઘટનાની મળતી વિગત મુજબ, વેરાવળ શહેરમાં આવેલા ખારવા વાડા વિસ્તારમાં મોડી રાત્રે એએસપી અમિત વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. આ દરમિયાન તેમણે દારૂ પીધેલા બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેને કારણે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા.

ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા સ્થાનિક લોકોએ એએસપીની બૂલેટને આગ ચાંપી, પોલીસની બોલેરો કાર પર પથ્થરમારો કરી વાહનોનો કચ્ચરધાણ બોલાવ્યો હતો.

 43 ,  3