બહુમુખ પ્રતિભા ધરાવતા ગિરિશ કર્નાડનું 81 વર્ષની વયે નિધન

પ્રખ્યાત કન્નડ સાહિત્યકાર, નાટ્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે ૧૦ જુને બેંગાલુરુમાં નિધન થયુ. તેમના નિધનનું કારણ મલ્ટીપલ ઑર્ગેનનું ફેલ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. ગિરીશ કર્નાડને 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગિરીશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કોમર્શિયલ સિનેમાની સાથે સમાંતર સિનેમા માટે ખૂબ કામ કર્યુ.

બહુમુખ પ્રતિભા ધરાવતા હતા કર્નાડ

ગિરીશ કર્નાડ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. 1960ના દાયકામાં નાટકોના લેખનથી કર્નાડને લોકો ઓળખવા લાગ્યા. કન્નડ નાટક લેખનમાં ગિરીશ કર્નાડની તે ભૂમિકા છે જે બંગાળીમાં બાદલ સરકાર, મરાઠીમાં વિજય તેંડુલકર અને હિન્દીમાં મોહન રાકેશ જેવા દિગ્ગજ નાટ્યકારોની હતી. લગભગ ચાર દાયકાથી વધારે સમય સુધી કર્નાડે નાટકો માટે ખૂબ કામ કર્યુ. કર્નાડે અંગ્રેજીના પણ કેટલાક પ્રતિષ્ઠિત નાટકોનો અનુવાદ કર્યો. કર્નાડના નાટક કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થયા તેમજ હિંદી અને કન્નડ સિનેમામાં અભિનેતા, નિર્દેશક અને સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યુ. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણનું સન્માન મળ્યુ છે. કર્નાડને ચાર ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યા છે.

સલમાન ખાન સાથે છેલ્લી ફિલ્મ

કર્નાડના નિધનથી સિનેમા અને સાહિત્ય જગતમાં શોકની લહેર છે. ગિરિશે કન્નડ ફિલ્મ સંસ્કારથી પોતાની એક્ટિંગ અને સ્ક્રીન રાઇટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મે કન્નડ સિનેમાના પ્રથમ પ્રેઝિડેંટ ગોલ્ડન લોટસ અવોર્ડ જીત્યો હતો. બોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ 1974માં આવેલી ‘જાદુ કા શંખ’ હતી. ગિરિશ કર્નાડ સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ માટે જાણીતા છે. આ ઉપરાંત તેમણે બોલીવુડ ફિલ્મ નિશાંત શિવાય અને ચૉક એન ડસ્ટરમાં પણ કામ કર્યુ છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી