September 24, 2020
September 24, 2020

સુરત : પ્રેમી સાથે સગાઇ તૂટી જતાં યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

સગાઇ તૂટી જતા સતત માનસિક તણાવમાં રહેતી યુવતીએ આ અંતિમ પગલું ભર્યું

સુરતમાં પ્રેમી સાથે સગાઇ તૂટી જતાં સતત હતાશમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો છે. સગરામપુરા વિસ્તારમાં રહેતી યુવતીની એક મહિલા પહેલા સગાઇ તૂટી હતી. જેના કારણે તે સતત તણાવમાં રહેતી હતી. જો કે સતત  માનસિક રીતે તાણ અનુભવતી યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સગરામપુરા વિસ્તારમાં આવેલી ઈશ્વરકૃપા એપાર્ટમેન્ટમાં ફાલ્ગુની આશિષભાઈ પંચોલી (ઉ.વ.32) પરિવાર સાથે રહેતી હતી. પિતા મશીન ઓપરેટર છે અને ફાલ્ગુની બ્યુટીપાર્લરના કામકાજ સાથે સંકળાયેલી હતી. દરમિયાન ગત રોજ માતા-પિતા અને ભાઈ નોકરી પર ગયા હતા. જેથી ફાલ્ગુની ઘરે હતી અને હોલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતાએ ફોન કરતા દીકરીએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી ઘરે આવી દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો પણ ન ખોલતા તોડી પ્રવેશ કરતા દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ફાલ્ગુની એક એન્જિનિયર યુવકને પ્રેમ કરતી હતી. જેથી બંનેની સગાઈ કરાવી દીધી હતી. જોકે, એક મહિના પહેલાં પ્રેમ કર્યા બાદ વારંવાર ઝઘડાથી કંટાળી બંનેએ સગાઈ તોડી નાખી હતી. સગાઈ તોડ્યા બાદ ફાલ્ગુની એક મહિનાથી માનસિક તણાવમાં રહેતી હતી અને ગત રોજ અંતિમ પગલું ભરી લીધું હતું. 

હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. 

 117 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર