શું રંગીલું રાજકોટ ખરેખર ‘રંગીલું’ બની રહ્યું છે ?

 ફાઈવ સ્ટાર હોટલમાં વિદેશની જેમ ન્યૂડ ડાન્સની ચર્ચા..

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરની એક નામાંકિત હોટલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલ શહેરભરમાં આ વાયરલ થયેલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિડીયો વાઈરલ થતાં પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે.

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી નામાંકિત હોટલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી માંડી બોલિવૂડ તેમજ કલા જગત સાથે જોડાયેલા અનેક નામાંકિત કલાકારો ઉતરતા હોય છે. સાથે જ આ હોટલમાં કેન્દ્રીય કક્ષાના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ ધારાવાહિકની એક અભિનેત્રીનો છે. હાલ આખા રાજકોટમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ નામાંકિત અને શહેરના મધ્યમાં આવેલી હોટલમાં જે પ્રમાણે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના કારણે આ હોટેલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રાતના અંધારામાં હોટેલના એક રૂમની લાઈટ ચાલુ છે. અને બારી આગળ એક નગ્ન યુવતી ઉભી છે. અને તે નગ્ન નાચ કરી રહી છે. જોતજોતામાં સમગ્ર રાજકોટમાં આ વિડીયો વાયુવેગે વાઈરલ થઈ ગયો હતો. અને સમગ્ર રાજકોટમાં આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. લોકો હવે ન્યૂડ મોડેલ કોણ છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. અમુક લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, આ મોડેલ ટીવીની જાણીતી અભિનેત્રી છે. તો અમુક લોકોનું કહેવું છે કે, બિઝનેસમેન દ્વારા અશ્લીલ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હોવું જોઈએ.

જો કે, વિડીયો વાઈરલ થતાં પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતનાં પોલીસ અધિકારીઓ હોટેલ પર દોડી આવ્યા હતા. અને આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે, હોટેલનો રૂમ કોણે બૂક કરાવ્યો હતો તેની વિગતો હજુ પણ જાહેર કરવામાં આવી નથી. તેવામાં આ મામલે શહેરના કોઈ જાણીતા વ્યક્તિ કે બિઝનેસમેનનુ નામ ઉછળે તેવી ચર્ચા હાલ લોકમુખે થઈ રહી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી