રાજકોટ : હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત

બાળકી રમતા-રમતા રૂમની બારીમાંથી નીચે પડી ગઇ, માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રમતાં દરમિયા હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત થયું છે. શહેરના ગોંડલ રોડ પર આવેલી ખાનગી હોટેલમાં આ દુર્ઘટના ઘટી છે. બાળકી રમતા રમતા રૂમની બારીમાંથી નીચે પડી ગઈ હતી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. બાળકી નીચે પટકાતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

બાળકીના મોતના સમાચાર મળતાં માતા પણ બેભાન થઈ ગઈ હતી. જેથી માતાને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, મૃતક બાળકીનું નામ નિત્યા ગોહેલ છે. તેમજ તે દોઢ વર્ષની છે. બાળકીનો પરિવાર પુનાનો રહેવાસી છે. રાજકોટમાં સગાઈ પ્રસંગે માતા બાળકી સાથે આવી હતી. ત્યારે આ ઘટના બનતા પરિવારમાં માતમ છવાયો છે. હાલ, બાળકની લાશ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બાળકી મોબાઇલમાં વાત કરતી વેળાએ પડી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી