વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે માંજલુપર પોલીસે યુવકને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.
વડોદરાની માંજલપુર વિસ્તારની ધોરણ 10માં ભણતી 14 વર્ષની સગીરાને તોસીફ નામના યુવક સાથે 3 મહિના પહેલા પરિચય થયો હતો. તેમની ઓળખાણ બોર્ડની પર પરીક્ષા દરમિયાન થયો હતો. તે બાદ તેમણે મોબાઇલ નંબરની આપલે કરી હતી. જે પછી સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વધારે વધ્યો હતો.
સગીરાએ તબીબને જણાવ્યું હતું કે શુક્રવારે તેની માતા સ્કૂલમાં આવી, ત્યારે તેને ખબર પડી હતી કે, આ છોકરા સાથે કંઇક લફરું છે, ત્યારબાદ તેની માતાએ માંજલપુર પોલીસમાં ફરિયાદ કરી હતી. રોજ સાંજે 5 વાગે ઘેર પરત જતી હતી. તેઓ મળતા ત્યારે તૌસીફ તેનું શારિરીક શોષણ કરતો હતો. ગત 21 જૂને પણ તે તોસીફને લાલબાગમાં મળી હતી.
યુવકે લગ્નની લાલચ પણ આપી હતી અને ત્યારબાદ તેને મુસ્લીમ ધર્મ અંગીકાર કરવા બ્રેઇન વોશ કર્યું હતું. સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તોસીફે તેમની પુત્રીનું બ્રેઇન વોશ કરતાં તેમની પુત્રીએ ઘરમાં જ નમાજ પઢવાનું શરું કર્યું હતું અને તે રોજા પણ રાખતી હતી.
47 , 1