વડોદરા: ધો-12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી લઈને રૂ. 50 હજાર પડાવી લેવાના કેસમાં પોલીસે સગીર આરોપી સહિત ચારની ધરપકડ કરી છે. એક વર્ષ પહેલાં સ્કૂલના મિત્ર પ્રદિપ ચૌહાણે સ્કૂટર પર અકોટા બ્રિજ પાસે ઝાડીમાં લઇ જઇ પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી તેના ન્યૂડ ફોટા પાડી લીધા હતા.

ચાર દિવસ પછી પ્રદિપે વિદ્યાર્થિનીને ફોન કરી રૃપિયા નહીં આપે તો ફોટા પિતાને બતાવી દેવાની ધમકી આપતાં વિદ્યાર્થિનીએ ટૂકડે ટૂકડે રૂ.૩૦ હજાર આપ્યા હતા.ત્યારબાદ પ્રદિપે આ ફોટા નિકુંજ મારફતે ભવન પ્રજાપતિને મોકલ્યા હતા.ભવને આજ રીતે ધમકી આપી રૃપિયા માંગતા વિદ્યાર્થિનીએ ઘરમાંથી રૃા.૧૦ હજાર ચોરી તેને આપ્યા હતા.

આ મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં ભવન્સ નામનો આરોપી હોમગાર્ડનો સભ્ય છે. આ કેસમાં ગૌત્રી પોલીસે વધારે તપાસ કરી છે. આરોપીઓ વિદ્યાર્થિનીના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને તેણીને પોતાનો શિકાર બનાવતા રહ્યા હતા.

તા.૩૦મીએ રાતે બાર વાગે ભવનના મિત્ર નિરજે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મયંક બહાર બોલાવે છે..કહી સાંઇ મંદિરે બોલાવી હતી અને ત્યાંથી ઇએસઆઇની ઝાડીમાં લઇ ગયો હતો.

જ્યાં મયંક નહતો.પરંતુ ભવન, નિરજ અને અન્ય એક મિત્ર હતા.તેમણે કપડાં કઢાવી બળાત્કાર માટે જબરદસ્તી કરતાં વિદ્યાર્થિની રડી પડી હતી અને ઘેર આવી માતા-પિતાને જાણ કરતાં પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

 12 ,  1