September 21, 2020
September 21, 2020

હવે તો હદ થઇ ગઇ !!! કોરોના ટેસ્ટને બહાને લેબ ટેક્નિશિયને યુવતી સાથે કર્યું ગંદુ કામ

કોરોનાના ટેસ્ટ માટે યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી સેમ્પલ લીધું, લેબ ટેકનિશિયનની ધરપકડ

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક શર્મનાકની ઘટના સામે આવી છે. એક લેબ ટેક્નિશિયને કોરોના ટેસ્ટને બહાને યુવતી સાથે ગંદી હરકત કરી હતી. એટલું જ નહીં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં લીધા હતા. યુવતીએ આ મામલે ટેક્નિશિય વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદા દાખલ કરી છે. તો બીજી તરફ પોલીસે લેબ ટેક્નિશિયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, સર્વિસ સ્ટોરમાં કામ કરતી યુવતી કોરોના ચેપગ્રસ્તના સંપર્કમાં આવી હતી, ત્યારબાદ સ્ટોરના તમામ કર્મચારીઓને સાવચેતી રાખીને, 28 જુલાઈએ સરકારી લેબમાં કોરોના પરીક્ષણ લેવામાં આવ્યું હતું. ત્યારે પરિક્ષણ કરવા આવેલી યુવતી પર લેબ ટેક્નિશિયએ દાનત બગાડી હતી. થ્રોબ સ્વેબ લીધા પછી લેબ ટેક્નિશ્યને તે યુવતીને કહ્યું કે તમારો રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. તેથી યુરિન ટેસ્ટ કરાવવો પડશે.

કોરોના ટેસ્ટ બાદ યુવતીએ સમગ્ર ઘટના તેના ભાઇને જાણ કરી હતી. જ્યારે ભાઈને શંકા ગઈ ત્યારે તેણે આ વખતે ડોક્ટરને પૂછપરછ કરી અને ખબર પડી કે કોવિડ 19 ની કસોટી માટે આવા કોઈ સેમ્પલ લેવાતા નથી. આ પછી યુવતી પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર આપવીતી જણાવતાં પોલીસે લેબ ટેકનિશીયનની ધરપકડ કરી લીધી છે.

હાલ આ મામલે પોલીસે લેબ ટેક્નિશિયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 468 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર