કાંકરેજ : પ્રેમિકા, વ્યાજખોરોના ત્રાસથી વ્યાપારીએ કેનાલમાં ઝંપલાવ્યું : 20 સામે ફરિયાદ

પ્રેમિકા અન્ય સાથે આડાસંબંધ રાખી મૃતકને ત્રાસ આપતી

કાંકરેજ તાલુકાના બલોચપુર ગામના વેપારીના આત્મહત્યાના કેસમાં ચોકાવનારા ખુલાસા થયા છે. આ મામલે પોલીસે મૃતકની પ્રેમિકા સહિત 20 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. પ્રેમિકાનું અન્ય સાથે આડા સબંધ તેમજ પૈસાની લેતી દેતી મામલે આવેશમાં આવી મૃતકે કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.

પ્રેમિકાએ મૃતકને પત્નીથી અલગ કરી સાથે રહેતી હતી. જો કે પ્રેમિકાને અન્ય સાથે આડાસંબંધની જાણ થતાં મૃતકને ત્રાસ આપતી હતી. તો બીજી તરફ વ્યાજપુરતો બીજી તરફ વ્યાજખોરો પણ મૃતકને હેરાન પરેશાન કરતા હતા.

ફરિયાદ મુજબ, કાંકરેજ તાલુકાના બલોચપુર ગામના રહેવાસી અને વર્ષોથી થરામાં રહી ટોટાણા રોડ ઉપર કરીયાણાની દુકાન ચલાવતાં ઠાકોર બલુજી વરસુંગજી છેલ્લા ઘણા સમયથી અગમ્ય કારણોસર થરાથી કયાંક ચાલ્યા ગયા હતા. આ દરમિયાન તા.૨૧/૧/૨૧ના રોજ ગોદા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી તેમની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.

તપાસ મુજબ, મૃતક બલુજી વરસુંગજીને રેખાબેન ઠાકોર આડાસંબંધો બાંધી પ્રેમજાળમાં ફસાવી પરીવારથી અલગ કરી પત્ની તરીકે રહેતી હતી તેમ છતાં રેખાબેન ઠાકોર પાંચાભાઈ અમરતભાઈ દરજી સાથે આડાસંબંધ ધરાવતી હતી. રેખાબેન અને પાંચાભાઇ મુતક પર ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુક્યા હતાં.

તો બીજી તરફ મૃતકે અન્ય લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. જો કે પૈસા પરત આપ્યા હોવા છતાં પણ નાંણાની બળજબરી પુર્વક ઉધરાણી કરતાં હતા.

(૧) દેસાઈ મલાભાઇ ગણેશભાઇ (કળોતરા) રહે.થરા, (૨) દેસાઈ નારણભાઇ પુંજાભાઇ રહે.થરા, (૩) દેસાઈ ભરતભાઈ તળજાભાઈ રહે.થરા (૪)દેસાઈ રાજાભાઇ રાયમલભાઇ રહે. વાંસાં (૫) બ્રિજેશ ઠકકર રહે.થરા (બ્રિજેશ ટ્રેડીંગ કંપની), (૬) જીતુભાઈ પુનમરામ મહેશ્વરી થરા (લાલભા શોપિંગની બાજુમાં), (૭) કનૈયાલાલ કાળીદાસ ઠકકર રહે. થરા (૮) નવિનકુમાર કાંતિલાલ ઠકકર ટોટાણા થરા (૯) વિપુલ ટ્રેડીંગ કંપની પાટણ વિપુલ પટેલ, (૧૦) ઉમા કોર્પોરેશન ઉંજા ખોડભાઈ પટેલ (૧૧) વાધેલા રામભા કુંવરસિંહ ખારીયા, (૧૨) વિહત ટ્રેડીંગ કંપની થરા ઠાકોર ભારુજી સુરાજી (૧૩) વાધેલા વિક્રમસિંહ વિજુભા ખારીયા, (૧૪) પેલાદભાઇ ડોકટર મોટાજામપુર (૧૫) પટેલ રમેશભાઈ રમાભાઈ મોટાજામપુર (૧૬) ઠાકોર રામજીજી નાનજીજી કામલપુર હાલ.પાલનપુર રેલ્વે સ્ટેશન સામે વાળાઓએ મરવા માટે મજબુર કરતાં બલુજી ઠાકોરે તા.૧૮/૧/૨૧ ના રોજ રાણકપુરની નર્મદાની મુખ્ય કેનાલમાં પડી આત્મહત્યા કરી લીધી હતી.

ત્રણ દિવસ બાદ મૃતકની લાશ ગોદા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. આ મામલે તારા પોલીસે પ્રેમિકા સહિત ૨૦ લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 94 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર