રાજ ઠાકરેની સલાહ, રાહુલને પણ PM બનવાની તક મળવી જોઈએ

હંમેશા વડાપ્રધાન મોદીને સમર્થન આપનારા મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે હવે તેમની આલોચના કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ બનાવવાની વાત કરી રહ્યા છે.

રાજ ઠાકરેએ મોદીની ટીકા કરવાની સાથે સાથે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો મોકો મળવો જોઈએ તેવુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ પાંચ વર્ષ કોંગ્રેસના સમયમાં શરુ થયેલી યોજનાઓના નામ બદલવામાં જ કાઢી નાંખ્યા છે.

રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, પાંચ વર્ષ દરમિયાન પીએમ મોદીએ દરેક વાતનો જૂઠ્ઠો પ્રચાર જ કર્યો છે. એ પછી એરસ્ટ્રાઈક હોય કે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રુપિયા આપવાની વાત હોય કે, વિકાસ, રોજગાર, નોટબંધી જેવા મુદ્દાઓ હોય…

વધુમાં ઠાકરે જણાવ્યું હતું કે, આપણો દેશ હાલ બે સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એક અમિત શાહ અને બીજા નરેન્દ્ર મોદી

 43 ,  3